મહાત્મા ગાંધી જયંતી અને વન્ય પ્રાણી સપ્તાહ નિમિત્તે સાગટાળા રેન્જમાં વન્યપ્રાણી સંરક્ષણ અંગે લોક જાગૃતિ અને સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

0
7

  મહાત્મા ગાંધી જયંતી અને વન્ય પ્રાણી સપ્તાહ નિમિત્તે સાગટાળા રેન્જમાં સાગટાળા ગામમાં વન્યપ્રાણી સંરક્ષણ અંગે લોક જાગૃતિ કાર્યક્રમ, પ્રકૃતિ શિક્ષણ અંગે સાહિત્ય વિતરણ, મૌલિક ચર્ચા, રોપા વિતરણ તથા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં  સાગટાળા રેન્જ, સામાજિક  વનીકરણ રેન્જ, બારીયા વન વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ, સાગટાળા ગામના સરપંચ શ્રી, ઉપસરપંચશ્રી, તલાટીશ્રી ગામના વડીલો અને ગ્રામજનો હાજર રહ્યાં હતા. વનોના સંરક્ષણ, માવજત, ઉછેર થાય, વન્ય જીવોનું રક્ષણ, વનોની ઉપયોગીતા, માનવજીવનમાં વનો અને વન્યપ્રાણીનું મહત્વ વિશે સમજ અપાઇ હતી. ગ્રામજનોએ ઉત્સાહભેર ચર્ચા કરી પ્રશ્નોતરી કરી અને આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો. આ ઉપરાંત ધાનપુર રેન્જ દ્વારા સાફસફાઈ, પ્લાસ્ટીક કચરો ભેગો કરવાનું સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

રિપોર્ટ :- મુનિન્દ્ર પટેલ

દાહોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here