હરિદ્વાર ખાતે હિંદુ સનાતન ધર્મ અને ગુરૂ પરંપરા મુજબ મહા કુંભ-2021 હરિદ્વારના ભક્તિ યોગ આશ્રમમાં જુના અખાડાના સંન્યાસી ડોકટર સ્વામી શંકરાનંદ સરસ્વતીએ મોરબીના વિજયભાઈનેમાં ગંગાના ઘાટે વૈદિક શાસ્ત્રોક્ત વિધિવત સંન્યાસી દીક્ષા આપેલ છે, સનાતન ધર્મ પરંપરા અને ગુરૂ શિષ્ય પરંપરા મુજબ “સત્ય વિજય સરસ્વતી” નામ ગુરૂકૃપાથી મળેલ છે, ગૃહસ્થ જીવનથી વાનપ્રસ્થ જીવન પૂર્ણ કરી સંન્યાસી જીવન યાત્રા મનોદિવ્યાંગ બાળકોના સેવાયજ્ઞ માટે મોરબીમાં અધ્યાત્મ સાથે સંયમમય જીવન પસાર કરશે.

માનવ સેવા એજ પ્રભુ સેવા સાથે મનોદિવ્યાંગ બાળકોને પણ ઘર જેવું વાતાવરણ મળે તે માટે રહેવાની સુવિધા નિઃશુલ્ક તાલીમ, ભોજન અને શિક્ષણ મળી રહે તેવા હેતુથી મનોદીવયાંગ બાળકોની સેવા કરવા માટે મોરબીના વિજયભાઈ વ્યાસે હરિદ્વાર ખાતે સંન્યાસની દીક્ષા ધારણ કરી છે.
રીપોર્ટર
મયંક દેવમુરારી