મદદનીશ કલેકટરશ્રી સચિનકુમારે જનતા ક્લિનિકની મુલાકાત લીધી

0
10
કોરોના સંક્રમણની પરિસ્થિતિને અટકાવવા અને લોકોને સરળતાથી આરોગ્ય વિષયક સેવાઓ મળી રહે તે માટે પાટણ શહેરમાં સાત જગ્યાએ જનતા ક્લિનીક શરૂ કરવામાં આવ્યા છે. જનતા ક્લિનિકમાં ઉપલબ્ધ સેવાઓની જાત સમીક્ષા કરવા માટે મદદનીશ કલેકટરશ્રી સચીનકુમારે શ્રમજીવી સોસાયટી, રેડક્રોસ ભવન, પાર્થ કોમ્પલેક્ષ, બગવાડા દરવાજા, વી.કે.ભુલા, સાલવીવાડો અને વોર્ડ ઓફિસ છીંડીયા દરવાજા શરૂ કરવામાં આવેલ જનતા ક્લિનિકની મુલાકાત લઇ અને આપવામાં આવતી સેવાઓની જાત માહિતી મેળવી હતી. તેઓએ રસીકરણની પણ સમીક્ષા કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે આપવામાં આવતી મેડિસન કીટ અન્ય દવાઓના સ્ટોક વગેરેની પણ માહિતી મેળવી હતી. તેઓશ્રીએ નાગરિકોને સામાજિક અંતર જાળવી અને ફરજિયાત માસ્ક પહેરવા અપીલ કરી હતી અને હળવા લક્ષણો જણાય ત્યારે ટેસ્ટ કરાવવા જણાવ્યું હતું. સચિન કુમારે તિરુપતિ બંગ્લોઝ કન્ટેન્મેન્ટ ઝોન પણ મુલાકાત લીધી હતી.

રીપોટર. કમલેશ પટેલ. પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here