મચ્છરોના બ્રિડીંગ મળતાં 140 ફેક્ટરી સહિત 862 એકમોને નોટિસ ફટકારી

0
3

જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે એક જ દિવસમાં 360 સ્થળો પર સર્વે કર્યો

વરસાદ બાદ પાણી ભરાતી જગ્યાઓ ઉપર મચ્છરોની ઉત્પત્તિ કેન્દ્ર એવા મહેસાણા જિલ્લાના 140 ફેક્ટરી સહિતના 862 એકમો ને આરોગ્ય તંત્ર એ નોટિસ ફટકારી છે ઉલ્લેખનીય છે કે માત્ર એક જ દિવસ 14 જુલાઈના રોજ 360 થી વધુ આરોગ્ય તંત્રના કર્મચારીઓએ અલગ અલગ જગ્યાઓ ઉપર સર્વે કર્યો હતો.

જિલ્લામાં મચ્છરજન્ય મેલેરિયા અને ડેન્ગ્યુ સહિતનો રોગચાળો ન ફેલાય તે માટે વરસાદ બાદ ફેક્ટરી કન્સ્ટ્રક્શન સાઇટ દુકાન મોલ સહિતની અલગ અલગ જગ્યાઓ ઉપર 14 જુલાઈ ના રોજ મહેસાણા તાલુકા સિવાય જિલ્લાના તમામ 9 તાલુકાઓમાં મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડ ની આગેવાનીમાં 295 મલ્ટી પરપઝ હેલ્થ વર્કર 66 જેટલા સુપરવાઇઝરો મળી 360 ની મળેલી ટીમેં સર્વે હાથ ધર્યો હતો જેમાં પાણી ભરાતી અને મચ્છરોની ઉત્પતિ થઈ શકે છે તેવી 140 ફેક્ટરી અને 60 કન્સ્ટ્રક્શન સાઇટ સહિત ના 862 એકમોને આરોગ્યતંત્ર એ નોટિસ ફટકારીને ભરાયેલા પાણીને દૂર કરવા માટે જણાવ્યું છે.

આ એકમોને નોટિસ
{273 ટાયર વાળાઓ { 146 ભંગારવાળા { 2 મોલ ને { 28 દુકાનો {60 કન્સ્ટ્રક્શન સાઇટ { 25 પ્લાસ્ટિક કબાડી { 140 ફેક્ટરી { 19 જીઆઇડીસીની જગ્યાઓ { 37 આંગણવાડી { 85 સરકારી મકાન પંચાયત { 70 ઘર ઓફિસ

મનોજ યોગી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here