મઉ હાઇસ્કૂલમા ઉદય સેવા સંસ્થાન ભિલોડા ધ્વારા મફત નેત્ર નિદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું

0
7


કપિલ પટેલ દ્વારા અરવલ્લી
આજ રોજ ૨/૧/૨૦૨૨ ને રવિવારે માતૃશ્રી એચ.જે.બારોટ મઉ હાઈસ્કૂલ માં અંધજન મંડળ,સમતા વિકાસ ટ્રસ્ટ,નવલબાઈ અને હિરાભાઇ આંખની હોસ્પિટલ બારેજાના સહયોગથી ઉદય સેવા સંસ્થાન ભિલોડા દ્રારા આંખોના રોગોનું તપાસ કેન્દ્રની ચતૃથૅ વાર્ષિક તિથિ નિમિત્તે દાતા શ્રી કેતનભાઈ સુરેશચંદ્ર શાહ પરીવાર ના લાભાર્થે મફત નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૨૭૦ દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવી હતી.તપાસ દરમિયાન ૫૦ દર્દીઓને મોતિયો હોય આગામી ગુરુવારે સંસ્થા દ્વારા બારેજા ખાતે ઓપરેશન માટે લઈ જવામા આવશે.આ કેમપમા ફેન્ડઝ ઓફ અરવલ્લીના સહયોગથી સાભળવાની ક્ષમતા ચકાસવામા આવેલ.જેનો દદીઓએ મોટા પ્રમાણમા લાભ લીધેલ છે.નંબરવાળા ચશ્મા સમારંભ અધયક્ષ શ્રી ચંદ્રકાતભાઈ બારોટ દ્રારા આપવામા આવેલ‌.આ કાયૅકમમા અમદાવાદ ખાતેથી મુખ્ય દાતા કેતનભાઈ સુરેશચદ્ર શાહ,ચંદ્રકાતભાઈ બારોટ,બિપીનભાઈ જે.ભટૃ નિવૃત અધિક કલેકટર ,નવરચના પ્રગતિ મંડળના ઉપપ્રમુખ ભુપેન્દ્રસિહ ચંપાવત,મંત્રી ભરતભાઈ સુથાર,દામુભાઈ પટેલ,ચિઠોડા psi એમ.એચ.પરાડીયા, જશુભાઇ મીઠાવાળા, રામાવતાર શમૉ,આચાર્ય વિષ્ણુ ભાઈ પી.પટેલ વિ.ઉપસ્થિત રહેલ.કાયકમને સફળ બનાવવા સંસ્થા ના જીતેન્દ્ર ભાટિયા,વલકેશ પટેલ, રોહિત પટેલ, રાજેન્દ્ર સોની,બિપીન પ્રજાપતિ,સુરેશ પ્રજાપતિ,જે.પી.શમૉ,કમલેશ પટેલ,શંકર નિનામા, કિરીટ પંચાલ, ડાહ્યાભાઈ, મનુભાઈ ,શાળા ના વિષ્ણુ ભાઈ,વિ.એ ભારે જહેમત ઉઠાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here