મંદિર ચોરીનો અનડિકટર ગુનાને ડિટેકટ કરી આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડતી સાંતલપુર પોલીસ

0
0

સાંતલપુર પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૧૭૦૩૨૨૪૦૦૨૬ ઇ.પી.કો. કલમ-૪૫૭,૩૮૦,૪૬૧ મુજબનો અનડીટકટ ગુનો ગઇ તા.૧૬/૦૧/૨૦૨૪ના કલાક-૧૪/૦૦ વાગે અત્રેના પો.સ્ટે. ફરીયાદીશ્રી કરશનભાઇ ખેતાભાઈ કોલી રહે- સાંતલપુર ખીમાસર તા.સાંતલપુરવાળાએ દાખલ કરાવેલ. જે ગુનાના કામે હકિકત એવી છે કે, સાંતલપુર બરોડા ગુજરાત ગ્રામીણ બેંકની પાછળ રામદેવપીરના મંદિરની દાન પેટીનું કોઇ અજાણ્યો ઇસમ તાળુ તોડીને આશરે રોકડ રૂ.૫૦૦૦/-ની ચોરી કરી ગુનો કર્યા વિગરે બાબતની છે જે અજાણ્યો ઇસમ મંદિરના સી.સી.ટી.વી. કેમેરામાં જોવા મળેલ હતો.

ઉપરોક્ત મંદિર ચોરીનો અનડિટકટ ગુનાને ડિટકટ કરવા સારૂ મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર. મોથલીયા સાહેબ, સરહદી વિભાગ. ભુજ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી ડૉ. રવિન્દ્ર પટેલ સાહેબ પાટણનાઓ તરફથી સુચના મળેલ જેથી શ્રી ડી.ડી.ચૌધરી, નાયબ પોલીસ અધિક્ષક સાહેબ, રાધનપુર તથા શ્રી બી.એફ.ચૌધરી, ઇન્ચા સર્કલ પો.ઇન્સ. સાહેબ, રાધનપુર કેમ્પ-સમીનાઓના માર્ગદર્શન હેઠળ એચ.ડી.મકવાણા, પો સબ.ઇન્સ. સાંતલપુર પોલીસ સ્ટાફના માણસો સાથે સાંતલપુર પો.સ્ટે. વિસ્તારમાં મિલ્કત સબંધી અનડિટકટ ગુનાની કામગીરી લગત પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાંતલપુર હાઇવે પુલ નીચે આવતાં ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે, સાંતલપુર ટાઉનમાં થયેલ મંદિર ચોરીના સી.સી.ટી.વી. કેમેરામાં જોવા મળતો શંકમદ ઇસમ હાલમાં સાંતલપુર બજારમાં ઘાટા લીલા જેવુ શર્ટ અને વાદળી પેન્ટ પહેરેલ અને હાથમાં પ્લાસ્ટીકની થેલી લઇને શંકાસ્પદ હાલતમાં ફરી રહેલ છે, જે હકિકત આધારે પંચો સાથે સદરી ઇસમની
તપાસ કરતા મળી આવતાં,
જેને ચારેય બાજુથી કોર્ડન કરીને જે તે સ્થિતિમાં પકડી પાડીને પંચો રૂબરૂ નામઠામ પુછતાં રાજેશભાઇ રામજીભાઇ બાબુભાઇ કોલી ઉ.વ.૨૨ રહે-સાંતલપુર, વાડીયોવાસ તા.સાંતલપુર જિ.પાટણવાળો હોવાનું જણાવેલ. જેની પાસે રહેલ પ્લાસ્ટીકની થેલીમાંથી અને અંગજડતીમાંથી નીચેની ચીજવસ્તુ અને રોકડ રૂપિયા સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબ્જે કરીને સદરી ઇસમને સી.આર.પી.સી. કલમ-૪૧(૧)ડી મુજબ તા.૧૭/૦૧/૨૦૨૪ના કલાક-૧૯/૧૦ વાગે અટક કરીને વિશ્વાસમાં લઇને યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતાં મજકુર ઇસમે ઉપરોક્ત મંદિર ચોરી સિવાય અન્ય ત્રણ મંદિરની ચોરી કરેલાની કબુલાત કરેલ જેથી મજકુર ઇસમને ઉપરોક્ત મંદિર ચોરીના ગુનાના કામે તા.૧૮/૦૧/૨૦૨૪ના કલાક-૧૪/૦૦ વાગે અટક કરીને રામદેવપીર મંદિરની દાનપેટીમાંથી ચોરી કરેલ રોકડ રૂ.૫૧૦૦/- ભારતીય પુરાવા અધિનિયમ કલમ-૨૭ મુજબના પંચનામાથી આરોપીના ઘરની પાછળ સંતાડેલ તે જગ્યાએથી રીકવર કરીને આરોપીને મુદત અંદર નામ કોર્ટમાં રજુ કરીને રીમાંડ મેળવતાં નામ કોર્ટે તા.૨૦/૦૧/૨૦૨૪ના કલાક-૧૭/૦૦ સુધીના મંજુર કરેલ છે અને સદર ગુનાની વધુ તપાસ ચાલુ છે.

પકડાયેલ આરોપીની વિગત:-

(૧) રાજેશભાઇ રામજીભાઇ બાબુભાઇ કોલી રહે સાંતલપુર વાડીયોવાસ તા.સાંતલપુર જિ.પાટણ

કબ્જે કરેલ મુદ્દામાલની વિગત:-

(૧) પીળી ધાતુનો હાર જે દશામાંનું મંદિર દલિતવાસ, સાંતલપુર ખાતેથી ચોરી કરેલ છે.

(૨) પીળી ધાતુનો હાર જે રણમલપુર ગામે આવેલ મોમાઇ માતાજીના મંદિર ખાતેથી ચોરી
કરેલ છે.

(૩) પીળી ધાતુનો હાર જે સાંતલપુર રણ વિસ્તારમાં આવેલ મોમાઇ માતાજીના મંદિર
ખાતેથી ચોરી કરેલ છે.

(૪) રોકડા રૂ.૫૧૦૦/- તથા પરચુરણ રૂ.૮૦૫/-મળી કુલ-૫૯૦૫/-રામદેવપીર મંદિર સાંતલપુરની દાનપેટીમાંથી ચોરી.

(૫) લોખંડની કોષ કિ.રૂ.૦૦/૦૦ ઉપરોક્ત પીળી ધાતુના હાર સોના-ચાંદીના દાગીનાના વેપારી પાસે ખરાઇ કરાવતાં નકલી હોવાની હકિકત જણાઇ આવેલ છે.

બાતમી મેળવનાર અધિકારી/કર્મચારીની વિગત:-

(૧) શ્રી એચ.ડી.મકવાણા, પો.સબ ઇન્સ. સાંતલપુર પો.સ્ટે. કામગીરી કરનાર અધિકારી/કર્મચારીની વિગત:-

(૧) શ્રી એચ.ડી.મકવાણા, પો.સબ ઇન્સ. સાંતલપુર પો.સ્ટે.

(૨) અ.હે.કો. ધરમશીભાઇ જસવંતભાઇ

(૩) અ.પો.કો. વિરમભાઇ વજાભાઇ

(૪) અ.પો.કો. ચિરાગભાઇ ભેમાજી

(૫) અ.પો.કો. વરૂણભાઇ ગેલાભાઇ
અહેવાલ , કમલેશ પટેલ , પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here