ભૈરવદાદા નાં જન્મ જયંતિ પવૅની ઉજવણી નાં ઉપલક્ષ્યમાં અબોલ જીવો માટે શિરો તૈયાર કરવામાં આવ્યો..

0
4

શહેરના મહોલ્લા પોળો અને સોસાયટી વિસ્તાર સહિત ખેતરોમાં રહેતા શ્ર્વાનો સહિત ગૌમાતા ને શિરો ખવરાવવા માં આવ્યો..

ત્રિમંદિર નાં સેવક ગણ દ્વારા દર શનિવારે અબોલ જીવો માટે શિરો તૈયાર કરવામાં આવતો હોવાનું સેવકો એ જણાવ્યું..

પાટણ તા.૨૮
પાટણ શહેર માં અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ કરતી સંસ્થાઓ કાયૅરત છે ત્યારે પાટણ શહેરના ભૈરવદાદા મંદિર ટ્રસ્ટનાં ટ્રસ્ટી ગણ સહિત ત્રિમંદિર નાં ભાવિક ભક્તો દ્વારા શનિવારની રાત્રે શ્રી ભૈરવ દાદા ના જન્મ જયંતિ મહોત્સવ ની ઉજવણી નાં ઉપલક્ષ્યમાં અબોલ જીવો માટે શિરા નું આયોજન કરવામાં આવ્યું હતું.
શહેરના ભૈરવદાદા મંદિર પરિસર તરફ જવાના માર્ગ પર નવ નિમૉણ કરાયેલા ત્રિમંદિર નજીક શ્રી ભૈરવ દાદાના મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ સહિત નાં સેવક ગણ દ્વારા તૈયાર કરવામાં આવેલ શિરો પાટણ શહેર નાં વિવિધ મહોલ્લા પોળો અને સોસાયટી વિસ્તાર સહિત આજુબાજુના ખેતરોમાં રહેતા અબોલ શ્ર્વાનો સહિત ગૌમાતા ને શિરો ખવડાવી શ્રી ભૈરવ દાદાના જન્મ જયંતિ પવૅની જીવદયાની સેવાકીય પ્રવૃત્તિ થકી ઉજવણી કરવામાં આવી હતી તો દર શનિવારે ત્રિમંદિર નાં સેવક ગણ દ્વારા અબોલ જીવોની સેવા માટે શિરા નું આયોજન કરવામાં આવતું હોવાનું મંદિર પરિસર નાં સેવકો એ જણાવ્યું હતું.
અહેવાલ. કમલેશ પટેલ. પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here