ભેદરવાજા થી ઉચવાણ અને ચેનપુર જવાના રસ્તા બિસ્માર હાલતમાં… રહીશો પરેશાન

0
8

દેવગઢબારિયા તાલુકાના ભેદરવાજા થી માંડીને ઉચવાણ તથા ચેનપુર ગામ જવાના રસ્તામાં ખાડા પડી ગયા છે ત્યારે દેવગઢબારિયા શહેર નજીક આવેલું હોવાથી ગામના લોકો મજુરી કરવા તથા વહેલી સવારે દુધ ભરવા જતાં હોય છે ત્યારે આ ખરાબ રસ્તાને કારણે ઈમરજન્સી સેવાઓ લઈ શકતા નથી ત્યારે સ્થાનિક પરિવારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે .

    ગ્રામ જનો દ્વારા મળતી માહિતી મુજબ છેલ્લા બે વર્ષથી રસ્તા બિસ્માર હાલતમાં છે અને રસ્તામાં  ખાડા પડીયા છે  તેમ છતાં હજુ સુધી તંત્ર દ્વારા રોડનું સમારકામ કે ખાડા પૂરવામાં આવ્યા નથી.  ચોમાસાની સિઝનમાં રસ્તામાં ખાડા પડેલા છે ત્યાં પાણી ભરાતા લોકો ખાડામાં પડવાના બનાવો બની રહ્યા છે. અંદાજીત ૭ કિલોમીટર સુધી આ રસ્તો ખરાબ છે. તંત્રને અનેક વખત રજુઆત કરવા છતાં પણ આ રસ્તાનું સમારકામ હજુ પણ કરવામાં આવ્યું નથી.

ગામલોકોની માંગે છે કે સત્વરે આ રસ્તો નવો બનાવે અથવા રસ્તાનું સમારકામ કરવામાં આવે અને ખાડા પૂરવામાં આવે એવી ગામ લોકોની માંગ છે.

રીપોર્ટ :- કિરીટભાઈ બારીઆ

સાગટાળા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here