ભૂચર મોરી ખાતે આયોજિત શોર્ય કથા સપ્તાહમાં જી આઈ ડી સી ના ચેરમેને ખાસ હાજર આપી..

0
6

રાજ્ય અને રાષ્ટ્રહિતમાં પોતાનું બલિદાન આપી ને રક્ષા કરવાનું કામ રાજપૂત સમાજના વીર સપૂતોએ કયુઁ છે : બલવંતસિંહ રાજપૂત

પાટણ તા.૨૬
રાજપૂત સમાજના શહીદોની સ્મારક ભૂમિ એવા રાજકોટ જિલ્લા ના ધ્રોલ મુકામે આવેલ ભૂચરમોરી શહીદ સ્મારક ખાતે ૨૫ થી ૩૧મી ડિસેમ્બર સુધી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા શોર્ય કથા સપ્તાહ ની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે ત્યારે રવિવારે જી આઈ ડી સી ના ચેરમેન ની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો .
ભૂચરમોરી શહીદ સ્મારક, ધ્રોલ, જામનગર ખાતે શૌયઁકથા સપ્તાહ મારો ઈતિહાસ એજ મારું ગૌરવ કાયઁક્રમમાં ઉપસ્થિત રહેલા બલવંતસિંહ રાજપૂત ચેરમેન જીઆઈડીસી નાઓએ ભૂચર મોરી શહીદ સ્મારક પર શહીદોની ખાંભીઓ પર ફૂલો ચડાવી શ્રધ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ તેમને ઉદબોધનમાં જણાવ્યું કે અનેક રાજપૂતોના ખમીરવંતા ઈતિહાસ નું સ્મરણ કરવા જેવુ છે . રાજ્ય અને રાષ્ટ્રહિતમાં પોતાનું બલિદાન આપી ને રક્ષા કરવાનું કામ રાજપૂત સમાજના વીર સપૂતોએ કયુઁ છે .
આ પ્રસંગે પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, ડો. જયેન્દ્રસિંહ જાડેજા, પી.ટી.જાડેજા, વિશુભા ઝાલા, દિપકસિંહ ઝાલા, રુદ્રદત્તસિંહ વાઘેલા, મહેન્દ્રસિંહ પરમાર, રાજભા જેઠવા, દશરથબા પરમાર, પ્રવિણસિંહ , માયાબા જાડેજા અને તેમની ક્ષત્રિય મહિલા સેવાકીય સમ્રગ ટીમ તેમજ રાજપૂત સમાજના અગ્રણીઓ, ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
શૌર્ય કથામાં આજે બીજા દિવસે આ કાર્યક્રમ ના દાતા અને જીઆઇડીસી ના ચેરમેન. બળવંત સિંહ રાજપૂત ની વિશેષ હાજરી રહી અને તેમનું સન્માન થયું.બનાસકાંઠા જિલ્લા ભા.જ.પા.પ્રમુખ ગુમાન સિંહ ચૌહાણ .પણ હાજર રહ્યા.
પાટણ જિલ્લા અખિલ.ગુ.રા.યુવા સંઘ પાટણ ના જિલ્લા પ્રમુખ મહિપતસિંહ જાડેજા ની આગેવાની મા આજે 125 જેટલા બહેનો અને ભાઈઓ મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા.
તો સમાજના આગેવાનો માં કેશુભા પરમાર ,કુંભાજી વાઘેલા ,મદારસિંહ ગોહિલ ,તખુભા રાજપૂત લણવા વગેરે આગેવાનો પણ હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પાટણ અને બનાસકાંઠા જિલ્લામાંથી મોટી સંખ્યામાં રાજપૂત સમાજના અગ્રણીઓ યુવાનો મહિલાઓ જોડાયા છે .
રીપોટર. કમલેશ પટેલ. પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here