ભુતેડી પ્રાથમિક પગાર કેન્દ્ર શાળામાં મન મલ્ટીમિડિયા હોલનું ઉદ્ઘાટન અને સન્માન સમારોહ યોજાયો.

0
16

ભુતેડી ગામની_
પ્રાથમિક પગાર કેન્દ્ર શાળામાં શ્રી મણિભદ્ર વીર મગરવાડાના ગાદીપતિની અધ્યક્ષતામાં મન મલ્ટીમિડિયા હોલનું ઉદ્ઘાટન અને સન્માન સમારોહ યોજાયો

પાલનપુર તાલુકાના ભુતેડી ગામની_
પ્રાથમિક પગાર કેન્દ્ર શાળામાં શ્રી મણિભદ્ર વીર મગરવાડાના ગાદીપતિની અધ્યક્ષતામાં મન મલ્ટીમિડિયા હોલનું ઉદ્ઘાટન અને સન્માન સમારોહ યોજાયો.ચાર વર્ષ પહેલાં શિક્ષકોના ફાળાથી શરૂ કરી ભૂમિપૂજન શ્રી તરુણભાઈ મોદી અને હિતેશભાઈ મોદી થકી થયું હતું અને દાતાશ્રીઓ જોડાતા ગયા અને મુખ્ય દાતા સ્વ.મન શેખરભાઈ બાબુલાલ શાહ પરિવાર દ્વારા હોલનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યુ.જેમાં ભુતેડી ગામના સમસ્ત ગ્રામજનોએ જણાવ્યું હતું કે હવે ગામના દાતાઓશ્રીના પ્રયત્નો થકી અમારા ગામનો વિકાસ કોઈ રોકી નહીં શકે.


મન મલ્ટીમીડિયા હોલમાં સહયોગી બનનાર સૌ દાતાશ્રીઓના સન્માન સમારોહ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી વિજયજી સોમજી મ.સા.ગાદીપતિ શ્રી મણિભદ્ર વીર મગરવાડા અને ગુરુ ભગવન શ્રી વિજય હરિકાન્તસુરેશ્વરી મ.સા.ની પાવન નિશ્રામાં ,સૌ જૈન શ્રેષ્ઠીઓ, દાતાશ્રીઓ, નાયબ જીલ્લા શિક્ષણાધિકારી શ્રી બી.બી.ગઢવીની ઉપસ્થિમાં,આમંત્રિત મહેમાનો અને ગામલોકોની વિશાલ ઉપસ્થિતીમાં આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટય અને પ્રાર્થનાથી કરવામાં આવી હતી.
ત્યારબાદ આમંત્રિત મહેમાનોનો પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું. કાર્યક્રમની શોભા વધારવા માટે શાળાના બાળકો દ્વારા અતિ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ભુતેડી પગાર કેન્દ્રના આચાર્યશ્રી દ્વારા શાળા વિશે વર્તમાન તથા ભવિષ્યની વિકાસ લક્ષી માહિતી આપવામાં આવી. અતિ સુંદર કાર્યક્રમ આગળ વધતા મહેમાનોનું ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના મહાનુભાવોમાં મુખ્ય દાતાશ્રીઓને સ્મૃતિ ચિન્હ,સાફો,સાલ સાકર, નારિયેળ અને સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યું હતું.બાકીના સહયોગી દાતાશ્રીઓનું પણ સાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા
મિડિયા સાથે વાત કરતા શેખરભાઈ બાબુલાલ શાહ પરિવારે જણાવ્યું હતું કે ભુતેડી ગામ અમારી જન્મ અને કર્મ ભુમી છે આ ગામના કોઈ પણ શુભ પ્રસંગે અમે ગામને બનતી બધી મદદ કરવા તૈયાર રહીશુ અને વધુમાં જણાવ્યુ હતુ કે ગામની સ્કુલને અમે અમારા જૈન ભાઈઓની પ્રયત્નો થકી બનાસકાંઠામાં શ્રેષ્ઠ શાળા તરીકે આગળ લઈ જવા બનતા બધા પ્રયત્ન કરતા રહીશું
અત્રે ઉલ્લેખનીય છે કે શાળાના વિકાસ માટે હજી પણ રકમની જરૂરિયાત હોય ત્યારે કાર્યક્રમમાં જાહેરાત થતાં ભુતેડી પગાર કેન્દ્રની આગામી આયોજન અને શાળાના વિકાસ માટે ગામના દાતાશ્રી દ્વારા ચાર લાખ જેટલી રકમના દાનની જાહેરાત કરવામાં આવી હતી
અતિ સુંદર કાર્યક્રમના ભોજનના દાતાશ્રી તરીકે શ્રી રમેશભાઈ રાતડા અને ભીખાભાઇ જામાભાઈ ભૂતેડીયાએ લાભ લીધો હતો. દાતાશ્રીઓને અને આમંત્રિત મહેમાનોને સન્માનિત કરવા માટેની સાલનો લાભ શાંતિભાઈ બારોટ અને કેશાભાઈ ભાદરિયાએ લીધો હતો.કાર્યક્રમનું સફર એન્કરિંગ છાપી હાઈસ્કૂલ ના આચાર્યશ્રી મયુરભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ભુતેડી પગાર કેન્દ્રના મહેનતુ શિક્ષકશ્રી પરેશભાઈ પુરોહિત દ્વારા આભારવિધિ કરવામાં આવી.

પત્રકાર જયેશભાઈ મોદી પાલનપુર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here