ભારત વિકાસ પરિષદ ઇડર મહિલા સમિતિ દ્વારા કન્યા પૂજન કરાયું

0
5

તા. ૧૨/૧૦/૨૦૨૧ ને મંગળવાર ના દિવસે ભારત વિકાસ પરિષદ, ઇડર મહિલા સમિતિ દ્વારા કન્યા પૂજન નું આયોજન કરવામાં આવ્યું હતું. મા જગદંબાની આરાધનાનું પર્વ નવરાત્રિ ચાલી રહી છે. ત્યારે નવરાત્રિમાં કન્યાઓના પૂજનને હિન્દુ સંસ્કૃતિમાં મહત્વનું માનવામાં આવે છે.

ધનેશ્વર સોસાયટી ના નવરાત્રી ચોકમાં મા અંબા માતાની સાક્ષીએ કન્યાઓનું પૂજન કરી આરતી ઉતારવામાં આવી હતી. તેમજ કન્યાઓને ભેટ અને ફળ નું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ૯ કન્યાઓ નું પૂજન કરવામાં આવ્યું હતું . ભારત વિકાસ પરિષદ ના ઇડર શાખાના મહિલા સંયોજીકા અનીતા બેન ,સહ સન્યોજીકા ડોલીબેન તથા અન્ય બહેનો એ હાજરી આપી હતી.તેમજ આ કાર્યક્રમ માં વિશેષ ઉપસ્થિતિ મધ્ય પ્રાંત સહ સન્યોજિકા નિપાબેન કડિયા ની રહી હતી.
ઇડર..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here