ભારતીય જનતા પાર્ટી ગાંધીનગર મહાનગર મહિલા મોરચા દ્વારા વોર્ડ 7 વાવોલ માં મોદક સ્પર્ધા નું આયોજન

0
12

ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા ગાંધીનગર મહાનગર દ્વારા મોદક સ્પર્ધા નું આયોજન કરવા માં આવ્યું હતું મળતી માહિતી અનુસાર આયોજિત આરતી સુશોભન તથા મોદક સ્પર્ધા વોર્ડ નં.-7,વાવોલ માં ખૂબ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું .આ કાર્યક્રમમાં બહેનો ઉત્સાહભેર ભાગ લીધો.જેમા ગાંધીનગર મહાનગર મહિલા મોરચા પ્રમુખશ્રી પ્રિયાબેન પટેલ, પ્રદેશ મહિલા મોરચા આમંત્રીત સભ્યશ્રી પરમજીત કૌર છાબડા, મહાનગર મહિલા મોરચા મહામંત્રીશ્રી વર્ષાબેન શુક્લ અને હર્ષાબા ધાંધલ,ઉપપ્રમુખશ્રી ઉર્મિલાબેન, એસટી મોર્ચા પ્રમુખશ્રી આરતીબેન, નલિનીબેન, દિવ્યબેન, ભારતીબેન, મિથિલેશબેન, વોર્ડ મહિલા મોરચા ટીમ, વોર્ડ ટીમ,યુવા મોરચાની ટીમ, ઉમેદવારશ્રીઓ હાજર રહ્યાં .આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે પરમજીત કૌર છાબડાએ સેવા આપી. બહેનોને ઉમેદવારશ્રીઓ તરફથી ઈનામો આપવામાં આવ્યા.

જીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here