ભારતીય કિસાન સંઘ ભચાઉ દ્વારા ચાલુ ચોમાસા પાકને એક માસ સુધી પૂરતો વરસાદ ન થવાના કારણે થયેલ નુકસાની માટે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત વળતર ચૂકવવા અને જીલા ખેતીવાડી અધિકારી સામે યોગ્ય પગલાં લેવા 2 કલાકના પ્રતીકાત્મક ખેડૂતો દ્વારા ધરણાં કરાયાં હતાં

0
22

આજ રોજ ભચાઉ માં મામલતદાર કચેરી મધ્યેભારતીય કિસાન સંઘ ભચાઉ દ્વારા ચાલુ ચોમાસા પાકને એક માસ સુધી પૂરતો વરસાદ ન થવાના કારણે થયેલ નુકસાની માટે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત વળતર ચૂકવવા અને જીલા ખેતીવાડી અધિકારી સામે યોગ્ય પગલાં લેવા 2 કલાકના પ્રતીકાત્મક ખેડૂતો દ્વારા ધરણાં કરાયાં હતાં

ભચાઉ મામલતદાર મારફત, મુખ્યમંત્રીશ્રી ને આવેદનપત્ર આપવાનું આયોજન થયું..

આ સાલે શરૂઆતમાં પ્રમાણસર વરસાદ વરસ્યો હતો જેને પગલે ખેડૂતોએ ખરીફ પાકનું વાવેતર કર્યું હતું. ત્યારબાદ ૩૫ થી ૪૦ દિવસ સુધી વરસાદ ન થતાં પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે, તે દરમિયાન સરકારના પરિપત્ર ની જોગવાઈ મુજબ, હેક્ટર દીઠ ૨૫૦૦૦ અને ચાર હેક્ટરની મર્યાદામાં રાહત આપવાની જોગવાઈ સરકાર દ્વારા કરવામાં આવેલ છે, ભચાઉ તાલુકામાં પણ ૩૧ ઓગસ્ટ સુધી સતત એક મહિના સુધી વરસાદ થયેલ નથી અને સીઝનનો ૧૦ ઇંચ વરસાદ થયેલ નથી તેથી ખેડુતોનો પાક નિષ્ફળ ગયો છે તે મુજબ ભારતીય કિસાન સંઘ દ્વારા તા. ૦૪/૦૯/૨૧ના પત્ર દ્વારા જાણ કરાઇ હતી. પરંતુ આજ સુધી આ રજુઆતનો જવાબ મળ્યો નથી તેમજ કોઈ કાર્યવાહી કરાઇ નથી.
જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ખોટા રિપોર્ટ કરીને ખેડૂતોને ધાક ધમકી આપવામાં આવે છે. આ અધિકારી ખેડૂતોને પોલીસ ફરિયાદની બીક બતાવે છે અને ખેડૂતોની આંતકવાદી સાથે સરખામણી કરાવે છે જેનાથી ખેડૂતોમાં હાલ આક્રોશ ફેલાયો છે. સર્વે બાબતે ખોટું રિપોર્ટિંગ કરીને સરકારને બદનામ કરે છે. તો આવા અધિકારી સામે તાત્કાલિક પગલાં ભરવાની ખેડૂતોની માંગણી છે.
આ રજૂઆતને ધ્યાને લઈ તાત્કાલિક ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન યોજના દ્વારા રાહત આપવામાં આવે. આ સહાય મળસે તો ખેડૂતો રવિ પાકનું વાવેતર કરી શકશે. જો ખેડૂતોને ટૂંક સમય માં સહાય નહીં આપવામાં આવે તો તાલુકાનાં ખેડૂતોને ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ફરજ પડશે.
ગત વર્ષે ભચાઉ તાલુકાનાં ઘણા ખેડૂતોને મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અંતર્ગત ગોડાઉન પાસ થયેલ, ખેડૂતોએ ગોડાઉન બનાવી નાખેલ છે અને ખેતીવાડી વિભાગ દ્વારા તેની કાર્યવાહી કરીને આગળ મોકલેલ છે પરંતુ હજી સુધી તે ખેડૂતોના ખાતામાં સહાય ની રકમ જમા થયેલ નથી તે જમા થાય તે માટે યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી. સાથે સાથે આજરોજ ભચાઉ તાલુકા ભારતીય કિસાન સંઘની તાલુકા ટીમ બનાવીને તેની પણ ઘોષણા કરવામાં આવી…
આજના આ કાર્યક્રમમાં ભારતીય કિસાન સંઘ પ્રમુખશ્રી ડાયાભાઈ ચાવડા, મંત્રીશ્રી રાજેશભાઇ ઢીલા, ભચાભાઈ માતા, જીતેન્દ્રભાઈ આહીર તથા તાલુકાની સમગ્ર ટીમ અને ભચાઉના દરેક ગામમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહયા હતા

રીપોર્ટ રાણાભાઇ આહીર
ભચાઉ-કચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here