ભારતીય કિસાન સંઘ દ્વારા સ્થાનિક સમસ્યા નો ઉકેલ લાવવા માટે મામલતદાર ને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી.

0
6

અમીરગઢ….

ભારતીય કિસાન સંઘ દ્વારા મામલતદાર ને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી કે સ્થાનિક સમસ્યાની માંગણીઓને લઈ તાત્કાલિક ધોરણે પુરી કરવા વિનંતી કરી હતી જો માગણી પૂરી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલન કરવાની કિસાન સંઘ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં પણ આવી હતી.
ભારતીય કિસાન સંઘ અમીરગઢ દ્વારા અમીરગઢ મામલતદારને આવેદનપત્ર પાઠવી 8 સપ્ટેમ્બર 2021 ના દરેક જીલ્લા મથકે ધરણા કરી વડાપ્રધાન મુખ્ય સમસ્યાને લઇ આવેદનપત્ર પાઠવવામાં આવ્યા હતા જેમાં કોઇ પ્રત્યક્ષ ન મળતા આગળ ના ચરણોમાં દેશભરના હજારો તાલુકામાં લાખો ખેડૂતો સાથે પૂર્વ વડાપ્રધાન સ્વ લાલ બહાદુર શાસ્ત્રીની પુણ્યતિથિની તારીખ 11 જાન્યુઆરી 2021 ના દિવસે ધરણા કાર્યક્રમ યોજાયેલ છે જેમાં કિસાન સંઘ દ્વારા અમીરગઢ સ્થાનિક માંગણીઓને રી-સર્વે માં ખેડૂતોને નથી કનડગત તત્કાળ દૂર કરી પરિસ્થિતિ પ્રમાણે કરી આપવું, સમાન સિંચાઈ દુર કરવા જય સિંચાઇની વ્યવસ્થા નથી ત્યાં સહકારી આધારિત સિંચાઇ વ્યવસ્થા કરવી અને દરેક ગામોના તળાવો ભરવા, મીટર પ્રથા નાબૂદ કરવી અથવા સ્વેચ્છિક કરવા અને ફિક્સ ચાર્જ નાબૂદ કરવો, રસાયણીક ખાતર માં તોતિંગ ભાવવધારો તાત્કાલિક પાછો ખેંચવો, જંતુનાશક દવાઓ એમ આર પી કિંમત ઉપર અંકુશ લાવવા, અમીરગઢ તાલુકાના સિંચાઈના ડેમોને ઊંડા કરવામાં આવે તો ખેડૂતોને સિંચાઈ ની પડતી મુશ્કેલીઓ દૂર થાય આથી ડેમ ઊંડા કરવા મંજૂરી આપવી, બનાસ નદીમાં ઈકબાલગઢ ની સિમ થી લઈ કરઝા જેથી રેતી માટે લીઝ ની મંજૂરી આપવામાં આવે તો નદીની ઉંડાઈ વધે જેથી વધુ વરસાદના સમય માં નદી આવતા ઘોડાપૂરની સ્થિતિ માં નદીના પટ વિસ્તાર ની આજુબાજુ સરવે નંબર રહેતા ખેડૂતોને પડતી મુશ્કેલીનું નિવારણ લાવી શકાય, બનાસ નદીમાં સરોત્રાની સીમમાં ભૂગર્ભ ચેકડેમ બને તો અમીરગઢ તાલુકાના જમીનમાં પણ તળ ઊંચા આવે જેથી સિંચાઇની પડતી મુશ્કેલીઓ દૂર થાય, જેવા અનેક સ્થાનિક પડતર પ્રશ્નોને લઇ કિસાન સંઘ દ્વારા તાલુકા મામલતદારને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામા આવી હતી જો સત્વરે નિકાલ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની કિસાન સંઘ દ્વારા ચિમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

અહેવાલ :- ઇમરાન લુહાર (અમીરગઢ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here