ભાભર પો.સ્ટે.વિસ્તારના ચચાસણા ગામેથી ત્રણેક માસ પહેલાં ગુમ થનાર સ્ત્રીની હત્યાનો ભેદ ઉકેલી કાઢતી ભાભર પોલીસ

0
12


*💫પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી તરૂણ દુગ્ગલ સાહેબ નાઓની સુચના તથા ઇન્ચા. નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.ટી.ગોહીલ સાહેબ દિયોદર વિભાગનાઓએ જીલ્લામાં ગુમ થનાર વ્યક્તિઓને શોધી કાઢવા સુચના કરતાં સર્કલ પો.ઇન્સ. શ્રી ડી.વી.ડોડીયા સાહેબ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ*
💫ભાભર પોલીસ સ્ટેશન ગુમ રજી.નં.૧૩/૨૦૨૧ તા.૦૬/૦૭/૨૦૨૧ ના કામે ગુમ થનાર હેતલબેન ડો/ઓ બાબુજી મહાદેવજી જાતે-ઠાકોર ૧૯૧૯ રહે- ચચાસણા તા. ભાભરવાળી તા.૦૩/૦૭/ ૨૦૨૧ કલાક ૨૩/૦૦ થી તા.૦૪/૦૭/૨૦૨૧ ના કલાક ૦૬/૦૦ વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી ગુમ થયેલ હોય તે બાબતે તેના પિતાજીએ જાહેરાત આપતાં ઉપરોક્ત નંબરથી ગુમ દાખલ કરવામાં આવેલ અને તપાસ દરમ્યાન ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલીજન્સની મદદથી તપાસ કરતાં ગુમ થનારના પતિ ઠાકરશીભાઇ લક્ષ્મણજી ઠાકોર રહે મેરા તા.ભાભરવાળા ઉપર શંકા જતાં સદરે ઇસમને પોલીસ સ્ટેશન લાવી વિશ્વાશમાં લઇ યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતાં તેઓ ભાંગી પડેલ અને ગુનાની કબુલાત કરેલ કે આ ગુમથનાર હેતલબેન પોતાની પત્નિ થતી હોય અને તે પોતાને ગમતી ન હોય અને તેની પત્નિથી છુટકારો મેળવવા સારૂ મો.સા.લઇ તેની સાસરીમાં ચચાસણા ગામે રાત્રીના સમયે આવી તેને વિશ્વાસમાં લઇ તેને તેડવા માટે આવેલ છુ તેમ કહી મો.સા.માં બેસાડી રસ્તામાં મીઠાથી તેરવાડા તરફ જતા રોડ ઉપર મીઠાગામની સીમમાં ઓગડનાથની થળીમાં મો.સા. ઉભુ રાખી વાતચીત કરવાના બહાને પડતર જમીનમાં ગૌચરમાં લઇ જઇ છરી વડે ગળાના ભાગે ઉપરા છાપરી ઘા મારી સદરે ગુમ થનાર હેતલબેનની હત્યા કરી તેની લાશને છુપાવાના ઇરાદે જમીનમાં ખાડો ખોદી દાટી દીધેલ હોવાની કબુલાત કરતાં સદરે જગ્યાએ જઇ તપાસ કરી ખોદકામ કરતાં સદરે ગુમ થનારની લાશ કોહવાઇ ગયેલ હાલતમાં મળી આવતાં સદર લાશને ઓળખવિધી કરતાં સદર લાશ ગુમ થનાર બહેનની હોય જેથી આ બાબતે સદર ઇસમ ઠાકરશીભાઇ લક્ષ્મણજી ઠાકોરવાળા વિરૂધ્ધમાં હત્યા તેમજ પુરાવાનો નાશ કરવા બાબતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.

કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ
(૧) એચ.એલ.જોષી પો.સબ.ઇન્સ. ભાભર પો.સ્ટે.
(૨) અ.હે.કો.મોતીબાઇ નાનજીભાઇ ભાભર પો.સ્ટે.
(૩) અ.હે.કો. ભગવાનભાઇ ગગદાસભાઇ ભાભર પો.સ્ટે.
(૪) અ.પો.કો. અશોકભાઇ દલરામભાઇ ભાભર પો.સ્ટે.
(૫) આ.પો.કો. મહેશભાઇ તેજરામભાઇ ભાભર પો.સ્ટે.
(૬) અ.પો.કો.પ્રધાનજી આરશીજી ભાભર પો.સ્ટે.
(૭) અ.પો.કો. ભરતભાઇ કરશનભાઇ ભાભર પો.સ્ટે.
(૮) અ.પો.કો. અમરતભાઇ પીરાભાઇ ભાભર પો.સ્ટે..

અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર ..કાંકરેજ બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here