ભાભર નામદાર કોર્ટ દ્વારા ચેક રીટર્ન કેસમાં આરોપીને રૂપિયા.૧૦,૦૦૦/- નો દંડ અને બે વર્ષની સજાનો હુકમ…

0
0

ભાભર ટાઉન ફરીયાદી ચૌધરી વશરામભાઈ શંકરભાઈ જાસનવાડા જોડે તેમના જ ગામનાં ચૌધરી નરેશકુમાર ડાહ્યાભાઈને ઘરકામ અર્થે નાણાંની જરૂરિયાત ઉભી થતાં ફરીયાદી જોડે ટુકડે-ટુકડે રૂપિયા.૯,૯૦,૦૦૦/- પુરા હાથ ઉછીના લીધેલ. જે રકમની ઉઘરાણી ફરિયાદીએ વારંવાર કરતા આ આરોપી ચૌધરી નરેશકુમાર ડાહ્યાભાઈ જાસનવાડા વાળાએ ફરિયાદીને ચેક આપેલ. જે ચેક ફરિયાદીએ પોતાનાં ખાતામાં નાંખતા ચેક બેલેન્સ નાં હોવાનાં કારણે રીટર્ન (પરત) આવેલ. ત્યારબાદ આ કામના ફરીયાદીએ ચેકનાં નાણાં અને ન્યાય મેળવવા ભાભર નામદાર કોર્ટ સમક્ષ વકીલશ્રી હર્ષદ.આર.ચૌધરી દ્વારા ફરિયાદ રજૂ કરવામાં આવેલ. જે ફરિયાદ ચાલી જતાં તા.29/08/2023 ના રોજ ભાભર નામદાર કોર્ટના જ્જ સાહેબશ્રી એસ.પી.દવે નાઓએ ચેક રીટર્ન કેસમાં આરોપીને રૂપિયા.૧૦,૦૦૦/- નો દંડ, બે વર્ષની સજા અને ફરિયાદીને રૂપિયા.૯,૯૦,૦૦૦/- ચૂકવવાનો હુકમ કરેલ અને ફરિયાદીને રકમ નાં ચૂકવે તો વધુ ૬ માસની સજાનો હુકમ કરેલ છે.આજે ફરિયાદીની ફરિયાદ દાખલ કરવામાં આવી તેમાં વકીલશ્રી હર્ષદ.આર.ચૌધરી (ભાભર બારના પ્રમુખ)ની ધારદાર દલીલોને ધ્યાનમાં રાખીને ભાભર નામદાર કોર્ટે હુકમ કરેલ છે.

અહેવાલ વિરમસીહ રાઠોડ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here