ભાભર તાલુકાના ખારા ગામે વિકસિત ભારત સંકલ્પ રથ યાત્રા” ભવ્ય સ્વાગત કરાયું…

0
0

ભાભર તાલુકામા વિકસિત ભારત સંકલ્પ રથ યાત્રા ગામડે ગામડે ફરી રહી છે ત્યારે તા.13 ડીસેમ્બરના રોજ રથયાત્રાનુ ખારા ગામે આવી પહોંચતા સરપંચ અશોકભાઈ ચૌધરી સહિત પદાધિકારીઓ ગામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવેલ.. ખારા ગામે તાલુકા વિકાસ અધિકારી જોસનાબેન પરમારના અધ્યક્ષસ્થાને ભારત વિકસીત સંકલ્પ રથ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સૌ પ્રથમ દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરી મહેમાનોનુ સ્વાગત કરવામાં આવેલ જેમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સરકારની વિવિધ યોજનાઓનો પ્રચાર પ્રસાર કરવામાં આવેલ કાર્યક્રમ દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સ્થળ પર જ લાભ અર્પણ કરવામાં આવેલ આ કાર્યક્રમ દરમિયાન આસિસ્ટન્ટ ટીડીઓ ભાર્ગવભાઇ ત્રિવેદી, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, ભાભર યુજીવીસીએલના કર્મચારીઓ,આંગણવાડીની બહેનો, ખારા સરપંચ અશોકભાઈ ચૌધરી, તલાટી કમ મંત્રી મંજુલાબેન પરમાર તાલુકાના ભાજપના આગેવાનો હોદેદારો, લાભાર્થીઓ, શાળાના બાળકો સ્ટાફગણ સહિત ગામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.કાર્યકમના અંતે સ્વરૂચી ભોજન સૌએ સાથે મળીને લીધી હતુ સરપંચ દ્વારા કાર્યક્રમ નુ સુંદર આયોજન કરવામાં આવેલ..
બાઇટ વાધજીભાઇ દેસાઈ.. ભાજપ આગેવાન..

અહેવાલ કાન્તુભા રાઠોડ ભાભર…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here