ભાભર તાલુકાના ખારા ગામે ભજન સંતવાણી કાર્યક્રમની ભેટ ની રકમ સમાજ ના બાળકોના શિક્ષણ માટે અર્પણ કરી નવી પહેલ રાહ ચીંધ્યો…

0
1

ભાભર તાલુકાના ખારા ગામના વતની અને હાલ – ગાંધીધામ ખાતે રહેતા નાયી આંબાભાઇ જેમલભાઈ દ્વારા ભજન સંતવાણી નો કાર્યક્રમ તારીખ – 30/08/ 2023 ના રોજ રાત્રે એમના નિવાસ સ્થાને કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં રકમ સ્વરૂપે જે ભેટ આવી તે રકમ ભાભર તાલુકા ના નાયી સમાજના બાળકોના શિક્ષણ હેતુ માટે અર્પણ કરી સમાજ માં નવી પહેલ નવો રાહ ચિંધ્યો એમના આ નવા વિચાર ખૂબ પ્રેરણાદાયી છે લિંબચ યુવક સંગઠન શિક્ષણ સમિતિ ભાભર તાલુકાના પ્રમુખ દિનેશભાઈ ( દીપ) ગોકુલ ભાઇ અબાસણા લાલાભાઇ વડપગ સોમાભાઈ ખારા રમેશભાઈ ભાભર પ્રકાશભાઈ ભાભર અલ્પેશભાઈ ભાભર ઉમાભાઈ બેડા દ્વારા આંબાભાઈ અને તેમના પરિવારને ખુબ ખુબ અભિનંદન આપ્યા હતા શિક્ષણ એ દરેક સમાજનો અગત્યનું અંગ છે દરેક સમસ્યાનું સમાધાન છે સમાજના ગરીબ બાળકો દાન અરપં કરી એમણે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું સંગઠન શિક્ષણ સમિતિ અને કારોબારી સભ્યો દ્વારા આંબાભાઈનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

દિનેશ ઠાકોર ભાભર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here