
ભાભર તાલુકાના કટાવ ખાતે સંતશ્રી* ખાખીજી મહારજ ની 113 મી પુણ્તિથી વી. સં.2078 પોષ વદ એકમ 18/1/ને મંગળવાર ના રોજ સવારે …9:00 વાગે અખંડ રામધૂન ચાલુ કરવામાં આવી હતી.
પોષ વદ 3 ને શુંક્રવાર તા /21/1 ના રોજ સવારે 9:00 વાગે રામધૂન પૂર્ણા હુતી કરવામ આવી હતી જેમાં 72 કલાક અખંડ રામધૂન કરી ને પરમ પૂજ્ય શ્રી ખાખીજી મહારાજ ની પુણ્ય તિથિ ઉજવીએ તો સર્વે ભાવિક ભકતો પધારી ને આ પુણ્ય તિથિ મહોત્સવ ને સીતારામ ની ધૂન થી આપણા આત્મકલ્યાણ અર્થે મહોત્સવ માં સહભાગી બની પધાર્યા હતા. જેમાં 31 ગામો દ્વાર સતત 72 કલાક સળંગ રામ ધૂન ભજન કીર્તન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત રાજ્ય ના બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકા કટાવ ધામ ખાતે ખાખીજી મહારાજ ની પુણ્ય તેથી યોજવામાં આવી હતી જેમાં આ પ્રસંગે ધાર્મિક પ્રેમી પ્રજાએ આ શહેર આ પ્રસંગ નો અનેરો આનંદ લીધો હતો.આ સુનેહરા પ્રસંગે ભાવિક ભક્તોની ભીડ જોવા મળી હતી જે સમયે સોશિયલ ડિસ્ટનસ રાખી અને આ પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી હતી. આ ધાર્મિક મહોત્સવ ને સાથે મળીને ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કટાવ ધામ ખાતે પુણ્યતિથિ નોભોજન પ્રસાદ સરપંચ શ્રી થરાદ તાલુકાના જાન્ડલા ગામના અરજણભાઈ તરફથી સહયોગ મળ્યો હતો. ભોજન પ્રસાદ હરહંમેશ સતત ચાલુ રહે છે.
અહેવાલ..દિનેશભાઇ ઠાકોર…ભાભર.. બનાસકાંઠા