ભાભર જુના ગામેથી ભારતીય બનાવટના પરપ્રાંતિય ઇગ્લીશ દારૂની ૧૮૦ મી.લી. ની બોટલ નંગ-૧૩૯ કિ.રૂ.૧૩૯૦૦/- નો મુદામાલ પકડી પાડતી ભાભર પોલીસ

0
4બનાસકાંઠા જીલ્લાીના મે પોલીસ અધિક્ષક શ્રી તરૂણ દુગ્ગ્લ સાહેબે જીલ્લામમાં દારૂ/ જુગારની પ્રવૃતિઓ નેસ્તં નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરતા નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી.એચ.ચૌધરી સા દિયોદર વિભાગ દિયોદર તથા સર્કલ પો.ઇન્સધ.ડી.વી.ડોડીયા સા.ના સીધા માર્ગદર્શન હેઠળ અમો એચ.એલ.જોષી તથા .હેઙ.કોન્સ. મોતીભાઇ નાનજીભાઇ બ.નં.૧૧૮૫ તથા અ.પો.કોન્સ ભરતભાઇ કશનભાઇ બ.નં.૧૭૦૨ તથા આ.પો.કોન્સ. મહેશભાઇ તેજરામભાઇ બ.નં.૩૫૫ તથા આ.પો.કોન્સ ભરતજી ગજુજુ બ.નં.૫૯ તથા વુ.પો.કોન્સ મણીબેન નાગજીભાઇ બ.નં.૧૨૫૧ સાથે ભાભર પો.સ્ટે. ટાઉન વિસ્તારમાં પ્રોહી/જુગાર લગત પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાોન મળેલ બાતમી હકીકત આધારે ભાભરજુના વિજયનગર સોસાયટી ખાતે રહેતો પ્રવિણસિંહ વિરમભા રાઠોડ રહે.ભાભરજુના વિજયનગર તા.ભાભર વાળાએ પોતાના સાગરીત દેવેન્દ્રસિહ જયેશભા રાઠોડ રહે-ભાભરજુના તા-ભાભર વાળા સાથે મળી પ્રવિણસિંહે પોતાના કબજા ભોગવટાના રહેણાંક ઘરના વરંડામાં બનાવેલ સેડમાં જમીનમાં દાટેલ પ્લાસ્ટીકના પીપ તથા માટલા નંગ-૨ માંનો ગે.કા અને વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો પરપ્રાંતિય ઇગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની ૧૮૦ મી.લી. ની કુલ બોટલ નંગ-૧૩૯ કુલ કી.રૂ.૧૩૯૦૦/- નો મુદામાલ રાખી ત્હોદાર નં.૦૨ દેવેન્દ્રસિહ જયેશભા રાઠોડ નાઓ નાશી જઇ તથા ત્હો.૦૧ પ્રવિણસિંહ વિરમભા રાઠોડ ઘરે હાજર ના મળી આવતાં પ્રોહીબિશન એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે..

અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર… કાંકરેજ બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here