ભાભર ખાતે સારંગપુરથી આવેલ આમંત્રણ રથનું ભવ્ય સ્વાગત…

0
0

સાળંગપુર ખાતે વડતાલ ધામ સંચાલિત શ્રી કષ્ટભંજન દેવ ની ૧૭૫ શતામૂત ભવ્ય મહોત્સવ તા.૧૬થી ૨૨ નવેમ્બર સુધી યોજાશે. જે અંતર્ગત સારંગપુર થી વિવિધ ગામોમાં ફરીને આમંત્રણ આપવા માટે સંતો મહંતોની રથયાત્રા ભાભર ખાતે બુધવારના રોજ આવી પહોંચતા સંતો મહંતો સહીત કષ્ટભંજન દેવ હનુમાનજીના રથનું ભાભર દિયોદર ત્રણ રસ્તા સર્કલ પર બાલીકાઓ દ્વારા સામૈયું તેમજ ભક્તજનો, નગરજનો અને વડીલો દ્વારા પૂજા અર્ચના કરી સ્વાગત કરી આમંત્રણ ને સ્વીકાર્યું હતું. ત્યારબાદ રથયાત્રા નિકળેલ જે ભાભર દિયોદર ત્રણ રસ્તા સર્કલ થી વાવ સર્કલ, ગાયત્રી મંદિર થઇ અન્નપૂર્ણા ધામ ખાતે આવી પહોચી આ રથયાત્રામાં ભાભર વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર,નગરના અગ્રણી હરીલાલ આચાર્ય, સુરેશભાઈ રંગોલી, ભગવાનભાઈ પીઠડીયા, હિતેશભાઈ ઉર્ફે (હીરાબા)ઠક્કર, ડૉ.નરેશભાઇ અખાણિ, ભરતભાઈ માળી,લેબાભાઇ દેસાઈ, જલારામભાઇ ઠક્કર, ધનજીભાઈ હાલાણી, અરવિંદભાઈ પટેલ,ઠાકરસીભાઇ સહિત અનેક નામીઅનામી ધર્મપ્રેમી લોકો જોડાયા હતા..

અહેવાલ.. વિરમસીહ રાઠોડ. ભાભર..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here