ભાભરની રાધે ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા અયોધ્યા ઉત્સવ નિમિત્તે રેલી યોજાઇ…

0
0

ભાભરની રાધે ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા અયોધ્યા ઉત્સવ નિમિત્તે રેલી યોજાઇ…

ભાભર સૂઇગામ હાઇવે રોડ પર આવેલ રાધે ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ૨૨ જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ નિમિત્તે આજે સવારે સ્કૂલના બાળકો દ્વારા ભાભર શહેરના મુખ્ય માર્ગો પર પ્રભાત ફેરી સાથે રામનામ નારા લગાવી ભાભરમાં આવેલ પૌરાણિક રામજી મંદિરે રામચદ્ન ભગવાનના દર્શન કરેલ જ્યાં પૂજારી મહેશભાઈ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ સ્વયં સેવકો દ્વારા શ્રી ભગવાન રામચંદ્રજી, સીતા માતા, લક્ષ્મણજી અને હનુમાનજીનુ પાત્ર ભજવનાર બાળકોની પૂજા આરતી કરીને આવકારવામાં આવેલ મંદિર પરિસરમાં સમગ્ર વાતાવરણ શ્રી ભગવાન રામમય બની ગયેલ જોવા મળેલ આમ અયોધ્યા માં રામલાલ પ્રાણપ્રતિષ્ઠા ને લઇ ભાભરમાં ઠેરઠેર ભક્તજનો દ્વારા શહેરને રોશનીથી શણગારી ઉજવણી કરવામાં આવી રહી છે…

અહેવાલ કાન્તુભા રાઠોડ ભાભર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here