ભાદરવી પૂનમે અંબાજી ખાતે નાં ધાર્મિક ઉત્સવો ની રાહ જોયા વિના માંના દશૅન માટે અધીરા બનેલા ભક્તો નાં પદયાત્રા સંધો અંબાજી ભણી રવાના થયા..

0
10

પાટણ દ્વારકેશ મિત્ર મંડળ નાં 25 યુવા ભક્તોનો પદયાત્રા સંધ બોલ મારી અંબે જય જય અંબે નાં નાદ સાથે પ્રસ્થાન પામ્યો..પાટણ તા.3કરોડો શ્રધ્ધાળુઓની ભક્તિ – આસ્થા અને શ્રધ્ધાના કેન્દ્ર સમાન જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમ ને અનુલક્ષીને પગપાળા સંધો લઈને નિકળતા માઇભકતોના પગરવનો નાદ સંભળાઇ રહયો છે . ર્માના રણકાર અને તેની જાકમરના દર્શન માટે ભકતો ઉતાવળા થયા હોય તેમ વર્તમાન પરિસ્થિતિને પગલે ભાદરવી પૂનમના મેળાની રાહ જોયા વગર શિવના શ્રાવણમાં શકિતના દર્શન માટે પગપાળા યાત્રીઓએ ર્માના ધામની રાહ પકડી છે . અંબાજીને જોડતા માર્ગો પર પગપાળા સંઘોનો અવિરત પ્રવાહ શરુ થઇ જવા પામ્યો છે. ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી પાટણ શહેરના શારદા ટોકીઝ વિસ્તાર માંથી મૈયાના થડા ખાતે દ્વારકેશ મિત્રમંડળ દ્વારા યોજાતા પગપાળા સંઘના પદયાત્રીઓએ ગુરૂવારના રોજ 25 જેટલા પદયાત્રીઓ સાથે ર્માના ધામ અંબાજી તરફ પ્રસ્થાન કર્યું હતું . પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીના દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જાણવા મળ્યા મુજબ આગામી ભાદરવા સુદ પાંચમના દિવસે પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી મૈયાના દર્શન બંધ કરી દેવામાં આવશે અને હાલમાં ભાદરવી પૂનમનો મેળો સ્થગીત કરવાની સૂચનાને લઈ સરકારની કોઈ નવી ગાઇડ લાઇન મુજબ મેળો યોજાશે કે કેમ તેવી અસમંજસ દરેક માઇભક્તોમાં જોવા મળી રહી છે ત્યારે મીની મહાકુંભ મેળામાં પ્રતિવર્ષે ર્માના ચરણે શીશ નમાવવા જતા માઇભકતો ભાદરવા સુદ અગીયારસની પૂર્વેજ શ્રાવણ વદ અગીયારસના દિવસથી જ મૈયાને ધજા નેજા ચડાવવા ર્માના ધામમાં પગપાળા જતા નજરે પડી રહયા છે . પાટણના શારદાટોકીઝ વિસ્તારમાં આવેલ દ્વારકેશ મિત્રમંડળ પગપાળા સંઘે આજે મૈયાના રથડા સાથે ર્માના ધામ તરફ પ્રસ્થાન કર્યું હતું . સંઘમાં જોડાયેલ 25 થી વધુ યુવાનો એ બોલ માડી અંબે જ્ય જ્ય અંબેના નાદ સાથે સમગ્ર વાતાવરણને ભકિતના રંગે રંગી દીધુ હતું .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here