ભાદરવા સુદ ૯ નાં પવિત્ર દિવસે ચાણસ્મા શહેર આવેલા રેલ્વે સ્ટેશન રોડ બાબા રામદેવ પીર નાં મંદીરે થી શોભાયાત્રા નિકળી નેજા ચડાવાયા…

0
6


ચાણસ્મા શહેરમાં પ્રતિવર્ષે ભાદરવા સુદ નુમ ના દિવસે રામદેવપીરનાં શ્રધ્ધાળુ ભક્તો દ્વારા ચાણસ્મા ગામે આવેલા રેલ્વે સ્ટેશન રોડ પર રામદેવપીરના મંદિરેથી ડીજે સાથે વાજતે ગાજતે ભક્તિ ભય માહોલ અને રામદેવપીરને પાલખી સાથે સમસ્ત ચાણસ્મા શહેરમાં શોભાયાત્રા નિકળી

ત્યાર પછી મંદિરના સ્થાનકે આરતી ઉતારી નેજા ચડાવામાં આવ્યા
આજે શહેરના અને ગ્રામ વિસ્તારમાં રહેતા શ્રધ્ધાળુ રામદેવપીરના ભકતો દ્વારા પગપાળા બાબાની ધજા લઇ રામદેવપીરના મંદિર તરફ પ્રસ્થાન કર્યું હતું . ચાણસ્મા શહેરમાં પણ આજે ભાદરવા સુદ નુમ ના દીવસે શ્રધ્ધાળુ ભક્તો દ્વારા ધર્મમય માહોલમાં ઉજવણી કરાઇ હતી .


ચાણસ્મા શહેર અને ગ્રામ વિસ્તારમાં રહેતા શ્રધ્ધાળુ પગપાળા યાત્રીઓએ રામદેવપીરના જયધોષ સાથે ચાણસ્મા આવેલ રામદેવપીરના સ્થાનકે ધજા નેજા ચડાવવા પ્રસ્થાન કર્યું હતું . નુમ ના પવિત્ર દિવસે રામદેવપીર અને સ્થાનકે શ્રધ્ધાળુઓએ ધજા નેજા ચડાવી બાધા માનતા પૂર્ણ કરી હતી .
મંદિર ખાતે આવેલ તમામ
ભક્તજનો ને પ્રસાદ લઈ ને છુટા પડયા
આ સમસ્ત આયોજન રામદેવ પીર ભક્તમંડળ ના તમામ સભ્યો અને દાતાશ્રીઓ ના સાથ અને સહકારથી કરવામાં આવેલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here