ભાદરવા સુદ ૯ નાં પવિત્ર દિવસે ચાણસ્મા શહેર આવેલા ખાડીયા ચોક બાબા રામદેવ પીર નાં મંદીરે થી શોભાયાત્રા નિકળી નેજા ચડાવાયા…

0
19

ચાણસ્સ્મા શહેરમાં પ્રતિવર્ષે ભાદરવા સુદ નુમ ના દિવસે રામદેવપીરનાં શ્રધ્ધાળુ ભક્તો દ્વારા ચાણસ્મા ગામે આવેલા ખાડીયા ચોક રામદેવપીરના મંદિરેથી ડીજે સાથે વાજતે ગાજતે ભક્તિ ભય માહોલ અને રામદેવપીરને પાલખી સાથે સમસ્ત ચાણસ્મા શહેરમાં શોભાયાત્રા નિકળી ત્યાર પછી મંદિરના સ્થાનકે આરતી ઉતારી નેજા ચડાવામાં આવ્યા આજે શહેરના અને ગ્રામ વિસ્તારમાં રહેતા શ્રધ્ધાળુ રામદેવપીરના ભકતો દ્વારા પગપાળા બાબાની ધજા લઇ ખાડીયા રામદેવપીરના મંદિર તરફ પ્રસ્થાન કર્યું હતું . રાજસ્થાનના રણુંજા ખાતે આવેલ પ્રસિધ્ધ યાત્રાધામ બાબા રામદેવપીર ખાતે ભાદરવા સુદ નુમના દિવસે દેશભરમાંથી હજારો શ્રધ્ધાળુઓ બાધા માનતાની ધજા નેજા ચડાવી બાબાના આર્શીવાદ મેળવે છે. ત્યારે ચાણસ્મા શહેરમાં પણ આજે ભાદરવા સુદ નુમ ના દીવસે શ્રધ્ધાળુ ભક્તો દ્વારા ધર્મમય માહોલમાં ઉજવણી કરાઇ હતી . ચાણસ્મા શહેર અને ગ્રામ વિસ્તારમાં રહેતા શ્રધ્ધાળુ પગપાળા યાત્રીઓએ રામદેવપીરના જયધોષ સાથે ચાણસ્મા આવેલ રામદેવપીરના સ્થાનકે ધજા નેજા ચડાવવા પ્રસ્થાન કર્યું હતું . નુમ ના પવિત્ર દિવસે .ખાડીયાચોક રામદેવપીર અને સ્થાનકે શ્રધ્ધાળુઓએ ધજા નેજા ચડાવી બાધા માનતા પૂર્ણ કરી હતી . આ ઉપરાંત શહેરના ખાડીયા ચોકમાં આવેલ પ્રાચીન રામદેવપીરનું સ્થાનક આસ્થાના કેન્દ્ર સમાન માનવામાં આવે છે . આજે નુમ ના દિવસે અનેક શ્રધ્ધાળુ ભકતોએ બાબા રામદેવપીરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી .મંદિર ખાતે આવેલ તમામ ભક્તજનો ને પ્રસાદ લઈ નેજવું તેવું મંદિરના સેવક મહેશભાઈ દરજીએ જણાવ્યું હતુંત્યારબાદ તમામ ભક્તો રામદેવપીરનો ભોજન પ્રસાદ લઈને છુટા પડ્યા..

રીપોટર. કમલેશ પટેલ. પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here