ભાડલા વિસ્તારમાંથી એક ઇસમને સુરત શહેરમાંથી ચોરી કરેલા વાહન સાથે પકડી પાડતી એસ.ઓ.જી.બ્રાંચ રાજકોટ ગ્રામ્ય…

0
54

પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબ રાજકોટ ગ્રામ્ય, રાજકોટનાઓએ જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે અન્વયે એસ.ઓ.જી પોલીસ ઇન્સપેક્ટર શ્રી એ.આર.ગોહીલ સાહેબ તથા પો.સબ.ઇન્સ શ્રી એચ.એમ.રાણા સાહેબ ના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી.બ્રાંચના પો.હેઙ.કોન્સ હિતેષભાઇ અગ્રાવત તથા જયવિરસિહ રાણા તથા ધર્મેન્દ્રભાઇ ચાવડા તથા પો.કોન્સ રણજીતભાઇ ધાધલ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે વિરનગર ગામનો કેયુર હરેશભાઇ સેખલીયા જાતે પટેલ ઉવ.૨૧ રહે.વીરનગર વાળો ચોરી કરેલ મો.સા. લઇને કમળાપુર ગામે આવેલાની ચોક્કસ અને ભરોસાપાત્ર હકીકત મળેલ હોય જે હકિકત આધારે કમળાપુર હાઇસ્કુલ પાસે કેયુર સેખલીયા રહે.વીરનગર વાળાને રોકી તેની પાસે રહેલા મોટરસાયકલના આધાર પુરાવા કે આર.સી. બુક હોય તો રજુ કરવા કહેતા નહી હોવાનું અને મોટરસાયકલ પોતે આજથી ત્રણેક વર્ષ પહેલા સુરત સીમાડાનાકા મીસ્ટર ચા નામની કેબીનની બાજુમાંથી બીનવારસી પડેલુ હોય જે લઇને વીરનગર આવેલાની કબુલાત આપેલ જેથી મજકુર વિરૂધ્ધ ભાડલા પો.સ્ટે C.R.P.C. કલમ ૪૧(૧)ડી,૧૦૨ મુજબ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ આરોપીઃ-

કેયુર હરેશભાઇ સેખલીયા જાતે પટેલ ઉવ.૨૧ રહે.વીરનગર તા.જસદણ જી.રાજકોટ


કબ્જે કરેલ મુદા્માલ:-

(૧) સ્પલેન્ટર મોટરસાયકલ જેના રજી.નંબર GJ-03-N-7726 નંબર પ્લેટ લગાવેલ છે. જેના એંજીન નં-HA10EJDHD13621 તથા ચેસીસ નંબર 96D19104560 કિંમત રૂપિયાઃ- ૨૦,૦૦૦/-
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઃ-
આ કામગીરીમાં એસ.ઓ.જી.બ્રાંચના રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.આર.ગોહીલ તથા પો.સબ.ઇન્સ શ્રી એચ.એમ.રાણા તથા પો.હેઙ.કોન્સ જયવિરસિહ રાણા તથા હિતેષભાઇ અગ્રાવત તથા ધર્મેન્દ્રભાઇ ચાવડા પો.કોન્સ રણજીતભાઇ ધાધલ તથા સાહીલભાઇ ખોખર

રિપોર્ટર : આશિષ વ્યાસ, દિપ વ્યાસ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here