ભાજપ જામનગર મહાનગર દ્વારા રામમંદિર સફાઈનો કાર્યક્રમ યોજાયો

0
0

જામનગર, સંજીવ રાજપૂત:: ૫૦૦ વર્ષના તપ પછી ભારત માં રામ જન્મ ભૂમિ સ્થળ પર રામ મંદિર નું પુનઃ નિર્માણ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવનાર છે, દેશના પ્રત્યેક નાગરિકોમાં અનેરો ઉત્સાહ છે. આ તબક્કે ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા રામ મંદિર, બાલા હનુમાન ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવેલ. પક્ષના તમામ હોદેદારો, ચૂંટાયેલ સભ્યો આસ્થા અને ઉત્સાહના સમન્વયથી સફાઈ કામગીરી પૂર્ણ કરેલ.

આ કાર્યક્રમમાં શહેર અધ્યક્ષ ડો વિમલભાઈ કગથરા, મહામંત્રી વિજયસિંહ જેઠવા, ધારાસભ્ય રિવાબા જાડેજા, દિવ્યેશ અકબરી, શાસકપક્ષ નેતા આશિષ જોશી, દંડક કેતન નાખવા, શિક્ષણ સમિતિ ચેરમેન મનીષ કનખરા, વા. ચેરમેન પ્રજ્ઞાના સોઢા, સહિત શહેર સંગઠનના હોદેદારો, શિક્ષણ સમિતિ ના સભ્યો, કોર્પોરેટરઓ સહિત વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here