ભાજપની તાનાશાહી સરકાર નાં વિરોધ માં પાટણ કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શિત કરી રસ્તા રોકી સુત્રોચ્ચાર કર્યા..

0
4

નિદોર્ષ ખેડૂતો ઉપર ગાડી ફેરવી દેનાર કેન્દ્રીય ગૃહ પ્રધાન નાં પુત્ર ને જાહેર માં ફાંસી ની માંગ કરાઈ.

પાટણ તા.૪
યુપી ના લખીમપુરામાં સરકારના કૃષિ વિધેયકના વિરોધમાં શાંત આંદોલન કરી રહેલા ખેડૂતો પર કેન્દ્રીય ગૃહમંત્રીના પુત્ર દ્વારા આઠ જેટલા ખેડૂતોને ગાડી નીચે કચડાવી નરસંહાર કરવાની ધૃણાસ્પદ ઘટનાને શખત શબ્દો માં વખોડી કાઢી કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી મૃતકોના પરિવારજનોને આશ્ર્વાસન આપવા જતા ઉતર પ્રદેશની પોલીસે ભાજપના ઈસારે તેઓની અટકાયત કરતાં કોંગ્રેસના આગેવાનો કાર્યકરો માં રોષ ભભુકી ઉઠયો હતો. ત્યારે ભાજપની તાનાશાહી સરકાર નાં વિરોધમાં પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સોમવારે શહેરના બગવાડા દરવાજા ખાતે વિરોધ પ્રદર્શન સાથે રસ્તા રોકો આંદોલન સાથે ભાજપ વિરુદ્ધ સુત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ નાં પ્રમુખ શંકરજી ઠાકોર, શહેર પ્રમુખ ભરત ભાટીયા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ ના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
તો ઉપરોક્ત ઘટનાના વિરોધમાં પાટણ જીલ્લા કિસાન કોંગ્રેસ દ્વારા જીલ્લા પ્રશાસનને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી. અને આ ગુનામાં સંડોવાયેલ કેન્દ્રીય ગૃહમંત્રીના પુત્રને જાહેરમાં ફાંસીએ લટકાવવામાં આવે તેવી ઉગ્ર માંગ કરાઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here