ભાજપના નામે સ્પા સેન્ટરોમાંથી હપ્તા ઉઘરાવતો પાલડી નો જય શાહ કોણ..?

0
22

૧૩/૧૨/૨૦૨૦ ભાજપના નામે સ્પા સેન્ટરોમાંથી હપ્તા ઉઘરાવતો પાલડી નો જય શાહ…

અમદાવાદ શહેરમાં ઘણા દિવસોથી સ્પા સેન્ટરો ની બબાલ ચાલી રહી છે ઘણા ખરા સ્પા સેન્ટરોના નામે દેહવ્યાપરનો ધંધો ચાલી રહ્યો છે પરંતુ પોલીસ દ્વારા કોઈજ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી.નવાઈ ની વાત એ છે કે પાલડી અને એલિસબ્રિજ વિસ્તારમાં અનેક ઠેકાણે સ્પા સેન્ટરો ચાલી રહા છે પરંતુ તેમના ઘણા ખરા સ્પા સેન્ટરોમાં દેહવ્યાપારનો ધંધો બેરોકટોક ચાલી રહ્યો છે તેમ છતાં પણ પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી…
આવા સ્પા સેન્ટરોમાં પાલડી ભાજપના જય શાહ નામની વ્યક્તિ દ્વારા દર મહિને હપ્તા ઉઘરાવી રહ્યો હોવાની વાત સામે આવી છે…
ઘણા સ્પા સેન્ટરોના માલિક દ્વારા નામ નહીં આપવાની શરતે સત્ય ડે ની ટીમ સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ જય શાહ નામની વ્યક્તિનો એટલો બધો ત્રાસ છે કે દર મહિને અમારા ત્યાં આવી ને હેરાનગતિ કરે છે અને જો રૂપિયા નહીં આપો તો પોલીસ સ્ટેશન માં અરજી કરાવી ને બંધ કરાવી દઈશું જેથી માલિકો દ્વારા ખોટી મગજમારી ન થાય તે માટે થઈ ને રૂપિયા આપી દેતા હતા પરંતુ છેલ્લા 10 દિવસ થી જય શાહ નો ત્રાસ એટલો બધો વધી જતાં સ્પા સેન્ટરોના માલિક દ્વારા સત્ય ડે ની ટીમ ને આ હકીકત જણાવેલ હતી. એક પ્રશ્ન એ પણ ઉભો થાય છે આ જય શાહ ને કોનું પીઠબળ છે કે આ રીતે દર મહિને બિન્દાસ હપ્તા ઉઘરાવી રહ્યો છે ?
આજે સવારે જ્યારે સ્પા સેન્ટરના માલિકો સત્ય ડે ની ટીમ સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે પણ આ જય શાહ ફોન કરી ને જણાવી રહેલ હતો કે 5000 રૂપિયા મોકલાવી દેજો નહીતો હજુ પણ તમારું સ્પા સેન્ટર ચાલુ નહીં થાય. આ જય શાહની મોડસ ઓપરેન્ડી એવી છે કે કોઈ તેનો ફોન રેકોર્ડિંગ ના કરી લે તે માટે થઈ ને વોટ્સઅપ ઉપર કોલ કરી ને રૂપિયાની માંગણી કરી રહ્યો હતો..
એક વાત એ રીતે સાબિત થઈ રહી છે કે ભાજપ સત્તા માં હોવાના કારણે ભાજપના કાર્યકરો દ્વારા આ રીતે ઘંધો રોજગાર કરતા લોકોને હેરાન કરી રૂપિયા પડાવવા નું ચાલુ કરી છે…
પાલડી અને એલિસબ્રિજ પોલીસ સ્ટેશન ના તથા મહિલા ક્રાઇમ બ્રાન્ચના પણ અનેક અધિકારી અને કર્મચારીઓ આ જય શાહ થી એટલા બધા કંટાળી ગયા છે કારણકે આ જય શાહ દ્વારા જે તે પોલીસ અધિકારી અને કર્મચારીઓને પોતાની ઓળખ ભાજપની હોવાની ધમકી આપે છે અને પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને પ્રેસર કરી તેમના વિરુદ્ધમાં ઉચ્ચ અધિકારીઓ ને ખોટી કમ્પ્લેનો કરતો હોવાનું સામે આવ્યું છે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here