ભથવાડા ટોલનાકેથી બાતમીના આધારે રૂ.૧૧,૩૮,૨૨૦/- નો દારૂ ઝડપી પાડતી પીપલોદ પોલીસ

0
10

 દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ પોલીસ સ્ટેશન દ્વારા ભથવાડા ટોલગેટ ઉપરથી ખાનગી બાતમીના આધારે તા. ૨૮/૦૯/૨૦૨૧ ના રોજ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસ સૂત્રોથી મળતી માહિતી અનુસાર દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ પોલીસ સ્ટેશન સબ ઇન્સ્પેક્ટર વી. આર. મકવાણાને બાતમી મળી હતી કે લીમખેડા તરફથી એક હોલેન્ડ-૩૦૩૨ કંપનીનું ટ્રેક્ટર જેનો આરટીઓ રજિસ્ટ્રેશન નંબર નથી તથા તેની સાથેના થ્રેસરમાં  ટ્રેક્ટરનો ડ્રાઇવર ભારતીય બનાવટની વિદેશી દારૂનો જથ્થો ભરી ગોધરા તરફ જઈ રહ્યો છે જે બાતમીના આધારે ભથવાડા ટોલનાકા પાસે પીપલોદ પોલીસ સ્ટાફ વોચમાં રહેતા ન્યુ હોલેન્ડ ટ્રેકટર ની સાથેના ફેબ્રીકેશન બનાવટનું નકલી બનાવેલ થ્રેસરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ની પેટીઓ સંતાડી લઈ જતાં ડ્રાઇવર તથા તેની સાથેના એક ઈસમ મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી પીપલોદ પોલીસ સ્ટેશન ખાતે ગુનો તા. ૨૮/૦૯/૨૦૨૧ ના રોજ રજીસ્ટર કરવામાં આવ્યો હતો. 

પોલીસે કબજે કરેલ મુદ્દામાલ :- ભારતીય બનાવટના વિદેશી દારૂની પુઠાની પેટીઓ નંગ-૧૧૧ તથા છુટ્ટી કાચ ની બોટલો નંગ- ૨૫૦ મળી કુલ બોટલો નંગ-૨૭૭૦ ની કુલ કિંમત રૂ. ૧૧,૩૮,૨૨૦/- નો પ્રોહી મુદ્દામાલ તથા મોબાઈલ નંગ-૨ ની કિંમત રૂ. ૩૦૦૦/- તથા ન્યુ હોલેન્ડ-૩૦૩૨ કંપની નું ટ્રેકટર જેનો આરટીઓ રજિસ્ટ્રેશન નંબર નથી તથા તેની સાથેનું ફેબ્રીકેશન બનાવટનું નકલી બનાવેલી થ્રેસર જે બંનેની કિંમત રૂ. ૫,૦૦,૦૦૦/- મળી કુલ મુદ્દામાલ કિંમત રૂ. ૧૬,૪૧,૨૨૦/- નો મુદ્દામાલ પીપલોદ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. આમ પ્રોહીબીશન નો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં પીપલોદ પોલીસને સફળતા મળી હતી.

રિપોર્ટ :- મુનિન્દ્ર પટેલ

દાહોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here