ભચાઉ વિસ્તારનાં બોરવેલ કેબલ તેમજ બેટરી ચોરીના અલગ અલગ પાંચ આપ ડીટેકટ ગૂનાઓ શોધી કાઢી આરોપીઓને પકડી પાડી મુદામાલ રીકવર કરતી ભચાઉ પોલીસ*

0
75


મે.પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ કચ્છ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલ સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલા સાહેબ નાઓ તરફથી મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા તેમજ બનેલ ગુનાઓ તેમજ આરોપી શોધી કાઢવા સુચના હોઈ જે અનવ્ય ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખેડુતોના બોરવેલના કેબલ ચોરીના બનાવો બનતા હોઈ પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી એસ.એન.કરંગીયા નાઓ દ્વારા અલગ અલગ ટીમો બનાવી કેબલ ચોરીના ગુનાઓ શોધી કાઢી કેબલ ચોરી અટકાવવા બાબતે સખત સુચના હોઈ જે બાબતે પોલીસ ઈન્સ્પેક્ટર એસ.એન.કરંગીયા તથા સાથેના પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પોલીસ કોન્સ્ટબલ અશોકજી ઠાકોર નાઓને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે અવાર નવાર થતી બોરવેલ કેબલ ચોરીમાં રાજુ કાંતી દેવીપુજક તથા પ્રતાપ કાંતી દેવીપુજક રહે . બન્ને ભચાઉ વાળાઓ સંડોવાયેલા છે અને હાલ તે ચોરીના કેબલ વેચવાની પેરવીમાં છે જે બાતમી આધારે આ કામેના બન્ને આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી તપાસ દરમ્યાન અન્ય બે આરોપીઓને પકડી પાડી નીચે મુજબના પાંચ અન ડીટેક્ટ ગુનાઓ શોધી કાઢી તમામ ઈસમોને ગુના કામે રાઉન્ડ અપ કરી કોરોના ટેસ્ટની તજવીજ કરવામાં આવેલ છે .
*પકડાયેલ આરોપીઓ*
: ( ૧ ) રાજુ કાંતિભાઈ દેવીપુજક ઉ.વ .૨૧ રહે . જી.ઈ.બી પાછળ ભચાઉ મુળ રહે . દસાડા જી . સુરેન્દ્રનગર ( ૨ ) પ્રતાપ ઝીણાભાઈ દેવીપુજક ઉ.વ .૨૩ રહે . જી.ઈ.બી પાછળ ભચાઉ ( ૩ ) મહેબુબ ફીરોઝ શેખ ઉ.વ .૧૯ રહે . જી.ઈ.બી પાછળ ભચાઉ ( ૪ ) જગદીશ રતુભાઈ દેવીપુજક ઉ.વ .૨૦ રહે . નવી સુંદરપુરી ગાંધીધામ શોધી કાઢેલ ગુન્હાઓ : ( ૧ ) ભચાઉ પો.સ્ટે . ગુ.ર.નં -૦૯૪૨ / ૨૦૨૦ ઈ.પી.કો કલમ ૩૮૦ , ૪૫૪ , ૪૫૭ મુજબ ( ૨ ) ભચાઉ પો.સ્ટે . ગુ.ર.નં -૦૧૪૧ / ૨૦૨૧ ઈ.પી.કો કલમ ૩૮૦ , ૪૫૭ , ૧૧૪ મુજબ ( ૩ ) ભચાઉ પો.સ્ટે . ગુ.ર.નં -૦૧૪૩ / ૨૦૨૧ ઈ.પી.કો કલમ ૩૮૦ , ૪૫૪ , ૪૫૭ મુજબ ( ૪ ) ભચાઉ પો.સ્ટે . ગુ.ર.નં -૯૧૪૪ / ૨૦૨૧ ઈ.પી.કો કલમ ૩૮૦ , ૪૫૪ , ૪૫૭ મુજબ ( ૫ ) ભચાઉ પો.સ્ટે . ગુ.ર.નં -૦૧૪૫ / ૨૦૨૧ ઈ.પી.કો કલમ ૩૮૦ , ૪૫૪ , ૪૫૭ મુજબ રીકવર કરેલ મુદ્દામાલ ( ૧ ) કેબલ વાયર મીટર -૧૪૦ કિ.રૂ. ૩૬,૫૦૦ / ( ૨ ) બેટરી નંગ -૨ કિ.રૂ .૪૦,૦૦૦ / ( ૩ ) કેબલ બાળીને કાઢેલ તાંબુ કિ.ગ્રા . ૩૦ કિ.રૂ. ૧૫,૦૦૦ / ( ૪ ) બજાજ કંપનીની ઓટો રીક્ષા રજી . નં- GJ – 08 – AT – 7094 કિ.રૂ .૧,૫૦,૦૦૦ / કુલ્લે કિ.રૂ. ૨,૪૧,૫૦૦ /
આ કામગીરી પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી એસ.એન.કરંગીયા તથા પો.સ.ઈ શ્રી એન.વી.રહેવર તથા શ્રી એ.કે.મકવાણા તથા પોલીસ હેડ કોન્સ્ટબલ વિશ્વજીતસિંહ ગોહીલ તથા બળદેવસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટબલ સુરેશભાઈ પીઠીયા તથા અશોકજી ઠાકોર તથા નારણભાઈ આસલ તથા વિહાભાઈ સોલંકી તથા ચેતનદાન ગઢવી વિગેરેનાઓ સાથે રહી કરવામાં આવેલ હતી.
રિપોર્ટ. દિપક આહીર
ભચાઉ કચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here