ભચાઉ તાલુકા પોલીસ સ્ટેશન માં સ્ટાફ ની ઘટ નિવારવા ગુહ રાજ્ય મંત્રી ને પત્ર ભચાઉ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા લેખિતમાં રજૂઆત

0
10

એહવાલ-દિપક આહીર


વિષય –ભચાઉ તાલુકા પોલીસ સ્ટેશનમાં સ્ટાફ ની ઘટ નિવારવા તાત્કાલિક નિર્ણય લેવા અંગે . મેરબાન સાહેબ સવિનય ઉપર વિષય બાબતે જણાવવા નુ કે કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકો જે કચ્છ નો પ્રવેશદ્વાર છે .જયાં થી આખાય દેશમાંથી કચ્છ આવવા માટે આ તાલુકા વિસ્તારમાં થી જ પ્રવેશી શકાય છે . આ તાલુકા ની હદ આતર રાષ્ટ્રીય સરહદે હોવાથી તેમજ કચ્છના મોટા રણ અને સમુદ્ર તટ જે આતર રાષ્ટ્રીય સરહદો હોતા ગંભીર જવાબદારીઓ પોલીસ તંત્ર પાસે હોય એવા સંજોગોમાં આ તાલુકાના પોલીસ તંત્ર ની જવાબદારીઓ ખુબ જ વધી જાય છે . પરંતુ કમનશીબે આ તાલુકાના જરુરત મહેકમ કરતાં અડધાથી પણ ઓછો સ્ટાફ ફરજ ઉપર છે.સરકાર દ્વારા આખાય ગુજરાતમાં પોલીસ સ્ટાફ ની ભરતીઓ સમયસર થઈ જતાં બધેજ પુરતો સ્ટાફ છે પરંતુ ભચાઉ પો.સ્ટેશનમાં જયાં છ પીએસઆઇ ની જરૂર છે ત્યાં આજની તારીખે 10/01/2021 ની સ્થિતીમાં એક પણ ફોજદાર નથી . જે છે તેઓ ગંભીર બિમારી ની સારવાર હેઠળ છે . આ તાલુકા પોલીસ સ્ટેશન સાથે આ તાલુકાના સેટ અપમા ચાર આઉટપોસ્ટ આવે છે જેની જવાબદારી પણ ભચાઉ પોલિસ મથક ની થતી હોય છે . ઈમાનદારી થી ફરજ નિભાવતા અને સરકાર ના તમામ વિભાગોમાં સૌથી ઓછું માસિક વેતન , રજાઓ , મડીકલ , સંગઠન , જૈવિ સુવિધાઓ થી વંચિત સરકારી તંત્ર ના સૌથી વધુ વ્યસ્ત આ પોલીસ તંત્રમાં સ્ટાફ ઘટથી ખરેખર જે નોકરી કરી રહ્યા હોય છે તેઓ પિસાઈ રહયા છે . આ વ્યક્તિ ઓ પણ સમાજ નો ભાગ છે.આપણા માં થી જ આવેલા છે . આમની સાથે આવું શામાટે ? ચોવીસ કલાક સતત પ્રવૃત્તિઓ થી લોકસેવા મા રચતા પચતા એક એક પોલીસ જવાન પાસે બેથી ત્રણ વધારાના ચાર્જ છે.પોતાની મૂળ જવાબદારી વાળી જગ્યાને આમાં થી કેવીરીતે ન્યાય આપી શકે .આખોય ભચાઉ તાલુકો ઔધોગિક અને નેશનલ હાઈવે 8 અ ઉપર હોવાથી સતત 24 કલાક અવનવા બનાવો બનતા રહે છે.આતર રાષ્ટ્રીય સરહદો થી ઘેરાયેલો અને હજારો પરપ્રાંતીય મજુરો , કામદારો ને આશ્રય આપતા આ ભચાઉ તાલુકા માં પોલીસ સ્ટેશનમાં ચાર જ હેડ કોન્ટેબલ છે.ખરેખર આ તાલુકા માં નિયમ મુજબ મળવા પાત્ર હેડ કોન્સ્ટેબલ 18 છે જયારે વર્તમાનમાં માત્ર ચાર જમાદાર થી ખૂબ જ મુશીબતો વચ્ચે કામ ચાલી રહ્યું છે . 44 ગામમાં ભચાઉ તાલુકા પોલીસ મથકના તાબાની પોલીસ ને કામ કરવાનું હોય છે.આવા સંજોગોમાં સ્થાનિક લોકોને કાયદો વ્યવસ્થા થી સંતુષ્ટ રાખવા અત્યંત મુશીબત વાળું કામ છે.વળી સતત બનતા અસામાજિક બનાવો ચોરી , લૂંટ , લડાઇ ઝગડા , પ્રોહિબિશન ના બનાવો ઉપર પહોચવુ અને લોકોને સંતોષ થાય એમ ન્યાયિક પ્રક્રિયા આગળ વધારવી ખુબ જ કઠીન બની છે.પવન ચકીઓ જેવા દરિયાઈ જંગલ વિસ્તારમાં જેવા સ્થળે અસામાજિક , ચોરીના બનતા બનાવો આખાય તાલુકાના દૂર દૂર સુધીના છેવાડાના વિસ્તારમાં પોલીસને દોડતી રાખવામાં આવે છે.ભચાઉ તાલુકાના અને શહેરના ધંધાર્થે બહારગામ વસતા પરિવારના બંધ ઘરોમાં તેમજ સિનિયર સિટિઝન એવા એમના વડીલ માતા પિતા જેવા વૃદ્ધો સાથે પણ લૂટ ચોરી ના બનતા બનાવો અસુરક્ષા નો ભય ઉભો કરે છે.જે વર્તમાનમાં ખૂબ જ શરમજનક બાબત કેવાય . ભચાઉ નગર પણ ખુબ જ મોટો અને ભરચક વિસ્તાર હોતા નગરમાં પણ સતત જવાબદારી સાથે કામ કરતી પોલીસ ટ્રાફિક , બાઈકર્સના સ્ટંટ રોકવા , અકસ્માત ના બનાવો , ચોરી , લૂટ , પ્રોહિબિશન , રાજય તથા કેન્દ્રના વીઆઈપી ઓની કચ્છ મુલાકાત સમયે સુરક્ષા વ્યવસ્થા નિભાવવી આવી કેટકેટલી જવાબદારી ઓ વચ્ચે પોતાના પરિવાર સાથે સમય ઝંખતા પોલીસ તંત્રમાં જો આ ખાલી રહેલી 50 % ઘટ નિવારી 100 % ભરતી કરવામાં આવે તઘ સ્થાનિક લોકોને ફાયદો થશે , ગુનાહિત પ્રવૃત્તિઓ ઘટશે , સમાજ માં સકારાત્મક અને નૈતિક જીવન નૂ પ્રમાણ વધશે.રાજયની સરકાર અને પોલીસ ઉપર લોકોનો ભરોસો વધશે .સ્ટાફ ઘટથી મુશીબત વેઠતી પોલીસ પ્રત્યે લોકોને ઢીલાશ અને જવાબદારી સાથે ના કામને ન્યાય ન આપવાની લોક ફરિયાદો સતત રહે છે જેનો પણ સુચારુ ઉકેલ આવશે સાથે સાથે આ વિસ્તારમાં સતત પીઆઇ , પીએસઆઈ ઓની આ ભચાઉ તાબામાં ચારપાંચ મહિના મા બદલીઓ થાય છે જેનાથી આ નવા આવતા અધિકારીઓ આ આખાય વિસ્તાર ના અસામાજિક લોકો , વિસ્તારોમાં અનુભવ કેળવે ત્યાં બદલી થવાથી પુરતો સમય આપે તે પહેલાં ભોગ લેવાય છે.વર્તમાનમાં ભચાઉ ના પીઆઈ ખુબ જ ઈમાનદાર છે અને સમાજ ના પ્રતિષ્ઠિત લોકો તથા પોલીસ સ્ટાફ સાથે સારો સમન્વય ધરાવે છે.તેમજ સતત કામગીરી ને વફાદાર છે તેથી આવા અધિકારીઓ ને લાબો સમય આપવા પણ વિનંતી . જેથી રાષ્ટ્ર અને સમાજ ની આતરિક સલામતી ને ધ્યાનમાં રાખી ભચાઉ તાલુકા મથકે જેમ બને તેમ તાત્કાલિક સ્ટાફ ઘટ નિવારવા યોગ્ય કરશો એવી વિનંતી ભચાઉ કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ બળવંતસિંહ જાડેજા.ઉપ પ્રમુખ શીવરાજસિંહ જાડેજા. કાર્યલય મંત્રી મનજીભાઇ રાઠોડ દ્વારા ગૃહ મંત્રીને પત્ર દ્વારા લેખિત રજુવાત કરવામાં આવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here