ભચાઉ તાલુકા ના જંગી મોડપર ગામની સીમમાં થયેલી નીલગાય ના હત્યા ના શિકારીઓને ઝડપી પાડતું કચ્છ પૂર્વ વન વિભાગ

0
73
થોડા દિવસ અગાઉ જંગી ગામની સીમમાં તારીખ .૨૩ / ૦૫ / ૨૦૨૧ ના રોજ થઈ હતી નિલ ગાયની થઈ હતી હત્યા અજાણ્યા શખ્સો દ્વારા શિકાર કરવામાં આવ્યો હતો . જેના અનુસંધાને ભચાઉ રેન્જ ખાતે વન્યપ્રાણી સંરક્ષણ ધારો ૧૯૭૨ હેઠળ ગુન્હો નોંધવામાં આવેલ , કચ્છ પૂર્વ વન વિભાગના નાયબ વન સંરક્ષક હર્ષ ઠકકર સાહેબ અને મદદનીશ વન સંરક્ષક સી , એસ.પટેલના માર્ગદર્શન હેઠળ ભચાઉ રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર ભગીરથસિંહ ઝાલા અને જંગી રાઉન્ડ ફોરેસ્ટર એ.વી. ભાટીયા દ્વારા ગુન્હાની સઘન તપાસ કરતા ગણતરીના દિવસોમાં આરોપીઓ ઉમરદીન જુસબ ત્રાયા ( ઉર્ફે અમકુ ) ઉ.વ .૪૩ વર્ષ અને રફીક દોસમોહમદ ત્રાયા ઉ.વ .૨૩ વર્ષ બંને રહેવાસી શિકારપુરને રાઉન્ડ અપ કરી આકરી પૂછપરછ કરતા ભાંગી પડેલ અને બંન્નેએ તીક્ષ્ણ ચપ્પના ઘા મારી નીલગાયના શિકારનો ગુન્હો કબૂલ કરેલ છે . વન વિભાગ દ્વારા બંને દોષિતો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી રૂપિયા ૫૦,૦૦૦ / – જેટલી જંગી રકમનો દંડ વસૂલવામાં આવેલ છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here