ભંગારના વાડામાં વાહનો પર બનાવટી નંબરો લગાવી વેચાણ કરતા ઇસમોનો પર્દાફાસ કરતી અંજાર પોલીસ*

0
33

ભંગારના વાડામાં વાહનો પર બનાવટી નંબરો લગાવી વેચાણ કરતા ઇસમોનો પર્દાફાસ કરતી અંજાર પોલીસ

સરહદી રેન્જ ભુજના મહે.પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી જે.આર. મોથાલીયા સાહેબ તથા પુર્વકચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલ સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ નાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.એસ.વાઘેલા સાહેબ અંજાર વિભાગ અંજાર નાઓએ સૂચના આપેલ કે જીલ્લામાં વાહન ચોરીના બનાવો બનતા
હોઇ જે બનાવો શોધી કાઢવા સૂચના આપેલ જેથી ના.રા. દરમ્યાન વાહન સબંધી ગુન્હાઓ શોધી કાઢવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન પો.ઇન્સ.શ્રી એમ.એન.રાણા સાહેબને ખાનગી રાહે બાતમી હકિક્ત મળેલ કે અંજાર-ભુજ બાયપાસ રોડ પર ઓમનગર રોડ પર ક્રિષ્નાનગર-૨ માં આવેલ ” ઝમઝમ ઍપ ” નામના ભંગારના વાડામાં ચોરીના કે છળ કપટથી મેળવેલ વાહનોના રજી. નંબર બીજા વાહનો પર લગાવી તે વાહનોના ચેસીસ નંબર તથા એજીન નંબર પણ બીજા
વાહન પર લગાવી લઇ તે વાહનો ગ્રાહકોને વેચી દેતા હોવાની બાતમી આધારે રેડ કરી ભંગારના વાડામાથી એક કાળા
કલરની સ્વીફ્ટ VDI ગાડી જેના રજી.નં-જીજે-૧૨-એઈ-૩૮૬૬ તેના એંજીન નંબર ચેસીસ નંબરનું લેબલ કાઢી નાખેલ
તેમજ તેના ચેસીસ નં-MA 3 FKEB 1s 00377404 K8 વાળા વેલ્ડીંગથી ફીટ કરી બીજા લગાવેલ અને તે વાહનના
રજી.નંબર આધારે ઈ પોકેટ કોપમાં વેરીફાઈ કરતા તે વાહન હારૂન ઉમર કુંભાર રહે. અંજાર વાળાના નામે અને સફેદ
કલરની ગાડી હોવાનું જણાયેલ જયારે મળી આવેલ ગાડી કાળા રંગની હોઇ જેથી મળી આવેલ ઇસમને છે પૂછતા મુળ ગાડી રજી.નં-TN-10-AB-8790 વાળી હોવાનું જણાવેલ જેથી આ ગાડી રજી.નં-TN-10-AB-8790 વાળી ગાડી બાબતે પોકેટ
કોપમાં સર્ચ કરતા તે ક્રિષ્ના રતીલાલ રાઠોડ રહે. રમનપુરમ ચેન્નાઈ વાળાના નામે અને કાળા કલરની હોવાનું
જણાઇ આવેલ જેથી આ ગાડીની કિ.રૂ.૨,૦૦,૦૦૦/૦૦ વાળી મળી આવેલ તેમજ જે ગાડી કાપી આ ગાડીમા રજી.
નંબર તથા ચેચીસ નંબર લગાવેલ તે કપાયેલી ગાડીની બોડી એજીન તથા સ્પેર પાર્ટનો ભંગાર મળી આવતા
કિ.રૂ.૧૦૦૦૦/- ગણી શક પડતા મુદામાલ તરીકે કબજે કરી તેના વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેની પૂછ પરછ
દરમ્યાન બીજી ચાર ગાડીઓમાં પણ આ રીતે રજી.નંબ્ર તથા એજીન ચેચીસ નંબર બદલાવી વેચી દીધેલ હોવાનુ
જણાવેલ. જેથી તેણે વેચેલ અન્ય ચાર વાહનો પણ કજે કરી તેના વિરુધ્ધ અત્રેના પોલીસ સ્ટેશનમાં ગુ.ર.ન.
૧૧૯૯૩૦૦૩૨૧૦૭૦૧૯/૨૦૨૧ ઇ.પી.કો.કલમ-૪૨૦ ૪૬૫ ૪૬૭ ૪૬૮ ૧૨૦(બી) મુજબ ગુનો રજી. કરી વાહનોના
નંબરો બદલાવી નાખી વેચી દેવાના સ્કેન્ડલનો પર્દાફાસ કરવામાં આવેલ છે

વધુ તપાસ હાથ ધરેલ છે અને નીચે જણાવેલ
આરોપીઓ પાસેથી વાહનો ખરીદ કરેલ હોય અને છેતરાયેલ હોવાનુ જણાય તો અંજાર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.
પકડાયેલ આરોપી હારૂન ઉમર કુંભાર ઉ.વ.૨૬ રહે. ધોબી ફળીયુ, શેખ ટીંબા રોડ, અંજાર

હાજર ના મળી આવેલ આરોપી

કાસમ આમદ કુંભાર રહે.અંજાર

મુજે કરેલ મુદ્દામાલ :

(૧) મારૂતી ૮૦૦ ગાડી નં-GJ-12-AP-4891 વાળી કિ.રૂ.૫0,૦૦૦/

(૨) અલ્ટો ગાડી નં-GJ-12-AE-3702 વાળી કિ.રૂ.૫0,૦૦૦/

(૩) અલ્ટો ગાડી નં-GJ-12-AK-6163 વાળી કિ.રૂ.૫0,૦૦૦/

(૪) અલ્ટો ગાડી નં-GJ-12-J-7853 વાળી કિ.રૂ.૫૦,૦૦૦/

(૫) સ્વીફ્ટ ગાડી નં.GJ-12-AE-3866 વાળી કિ.રૂ.૨,૦૦,૦૦૦/(૨) ગાડી નંગ-૧ નો ભંગાર કિ.રૂ.૧૦,૦૦૦/*કુલ કિ.રૂ.૦૪,૧૦,૦૦૦/આ

કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એમ.એન.રાણા સાહેબ તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા.

રીપોર્ટ રાણાભાઇ આહિર
અંજાર-કચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here