બોડેલી અલ્લીપુરા ચાર રસ્તા પર ડૉ.બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા મુકવા માટે રાજ્ય ના મંત્રી ને રૂબરૂ રજૂઆત કરવામાં આવી…

0
0

છોટા ઉદેપુર જિલ્લા ની મુલાકાતે આવેલા મહિલા અને બાળ કલ્યાણ વિભાગ ના મંત્રી શ્રીમતી ભાનુંબેન બાબરીયા ને બોડેલી વકીલ મંડળ ના પ્રમુખ લલિતચંદ્ર રોહિત દ્વારા લેખિત માં રજૂઆત કરવામાં આવી હતી કે બોડેલી ખાતે અલ્લીપુરા ચાર રસ્તા પર ડૉ.બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા મુકવામાં આવે જે છોટા ઉદેપુર સમાજ કલ્યાણ વિભાગ દ્વારા વર્ષ ૨૦-૨૧ ની ગ્રાન્ટ માં મંજૂર થઈ આવેલી છે જે હાલ અલ્લીપુરા ગ્રામ પંચાયત હસ્તક જાળવણી હેઠળ છે જે અલ્લીપુરા ચાર રસ્તા પર મૂકવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને તેનું ટેન્ડર પણ પાડી દેવામાં આવ્યું હતું પરંતુ હજુ સુધી ત્યાં ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા મુકવામાં આવેલ નથી જેને લઇ છોટા ઉદેપુર આવેલા રાજ્ય કક્ષા ના મંત્રી શ્રીમતી ભાનુંબેન બાબરીયા ને રૂબરૂ રજૂઆત કરવામાં આવી હતી આગામી ૧૪ એપ્રિલ ૨૦૨૪ ના ભારત રત્ન વિશ્વ વિભૂતિ બંધારણ ના ઘડવૈયા ડૉ.બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતી હોય તે પેહલા તેઓની પૂર્ણકદ ની પ્રતિમા મુકવામાં આવે તેવી રજૂઆત સામાજીક કાર્યકર અને બોડેલી વકીલ મંડળ ના પ્રમુખ લલિતચંદ્ર રોહિત દ્વારા કરવામાં આવી હતી.

રફીક મકરાણી.છોટાઉદેપુર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here