બિલે ફાઉન્ડેશન દ્વારા પંચમહાલ જિલ્લાની શહેરા તાલુકાના શ્રી ઘનશ્યામ હાઇસ્કુલ ખાતે નોટબુકો વિતરણ કરવામાં આવી

0
10

બિલે ફાઉન્ડેશનના સ્થાપક શ્રી બાબુભાઈ બાધરસિંહ પટેલ વતન ધામણોદ વ્યવસાયે શિક્ષક પરવડી પ્રાથમિક શાળા મા ફરજ નિભાવે છે તેમજ કવી. લેખક બાલ સાહિત્યકાર . ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કુલ ૮ જેટલા પુસ્તકો પણ પ્રગટ કર્યા છે તેમજ તેમના બિલે ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે અલગ અલગ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે

જેના ભાગરૂપે આજે શ્રી ઘનશ્યામ હાઇસ્કુલ ધામણોદ ખાતે જે બાળકોના માતા-પિતા બંને અથવા તો માતા કે પિતા કોઈ એક અવસાન પામેલ હોય તેવા બાળકોને વિનામૂલ્યે નોટબુકો ફાઉન્ડેશન તરફથી વિતરણ કરવામાં આવી. તેમનું ઉપનામ બિલે છે. અને તેમના ફાઉન્ડેશન દ્વારા એક ઘર એક છોડ વૃક્ષારોપણ દર વર્ષે 11000 છોડ રોપવા અને તેની જાળવણી કરવી. તેમજ જરૂરીયાતમંદ લોકોને ધાબળા વિતરણ કરવા. કોરોના સમય વખતે સેનેટાઈઝર નું વિતરણ કરવું. માતા-પિતા ના હોય તેવી કન્યાઓને લગ્નમાં સિલાઈ મશીન નું વિતરણ કરવું. વગેરે અલગ અલગ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. શ્રી ઘનશ્યામ હાઇસ્કુલ ધામણોદ પરિવાર બાળકોને જે નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું તે બદલ બાબુભાઈ પટેલ નો ખુબ ખુબ આભાર માને છે.રિપોર્ટ ……જીતેન્દ્ર ઠાકર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here