બિપોરજોય” વાવાઝોડાના પગલે કચ્છ વન વિભાગ એકશન મોડમાં : યુધ્ધના ધોરણે ભયજનક વૃક્ષોને ટ્રિમીંગ કરવાની કરાતી કામગીરી

0
5

જિલ્લામાં ૨૧ ટીમો દ્વારા ૪૫૩ ભયજનક વૃક્ષોની ઓળખ કરી ટ્રિમીંગ કરાયું : બે દિવસમાં ધરાશયી થયેલા ૮ વૃક્ષોને તાત્કાલિક દૂર કરવામાં આવ્યા : વૃક્ષોને દૂર કરવા અલાયદી ૭૩ ટીમની રચના કરાઇ

૦૦૦૦૦

ભુજ, મંગળવાર

“બિપોરજોય” વાવાઝોડાની સંભાવનાને ધ્યાને લઈને કચ્છનો વનવિભાગ એકશન મોડમાં આવી ગયો છે. માનનીય કલેક્ટરશ્રીની સૂચના અન્વયે વન વિભાગ દ્વારા ભયજનક વૃક્ષોને ટ્રિમીંગ કરવા છેલ્લા બે દિવસથી ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. જેમાં કચ્છ જિલ્લાના વિવિધ સ્થળોએ ભયજનક વૃક્ષોની ઓળખ કરી તેને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ટ્રિમીંગ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.

આ કામગીરી માટે તાલુકાવાઈઝ જુદી-જુદી ૨૧ ટીમો બનાવી વૃક્ષોના ટ્રિમીંગની કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીમાં પોલીસ વિભાગ તથા માર્ગ અને મકાન વિભાગ (પંચાયત અને રાજ્ય) દ્વારા પણ સંકલનમાં રહી કામગીરી કરવામાં આવી રહેલી છે. અત્યાર સુધીમાં વન વિભાગ દ્વારા કુલ ૪૫૩ ભયજનક વૃક્ષોની ઓળખ કરી જરૂરિયાત મુજબનું ટ્રિમીંગ કરવામાં આવેલું છે.

સાથે-સાથે જો “બિપોરજોય” વાવાઝોડાંને લીધે વૃક્ષો પડવાથી રોડ બ્લોકેજની ઘટના બને તો વાહન વ્યવહાર ઝડપથી પૂર્વવત બને તે માટે વન વિભાગ દ્વારા અલાયદી કુલ ૭૩ ટીમની રચના કરવામાં આવેલી છે. આ ટીમ જે.સી.બી., ટ્રેક્ટર, દોરડા, ટ્રી-કટર વગેરે જેવા સાધનોથી સજ્જ છે. છેલ્લા બે દિવસમાં વાવાઝોડાની અસરના કારણે ભારે પવન થકી આઠ વૃક્ષો પડી જવાની ઘટના બની હતી. ઘટના બાદ ગણતરીના સમયમાં વન વિભાગની ટીમો દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી વૃક્ષો હટાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.

વન વિભાગની ટીમ વાવાઝોડા માટે સજ્જ છે. સાથે-સાથે ગ્રામજનોને વાવાઝોડાં દરમ્યાન

સાવચેતી માટે વાવાઝોડાંની અસર રહે ત્યાં સુધી બિન જરૂરી બહાર ન નીકળવા તેમજ સુરક્ષિત સ્થળે આશ્રય લેવા અપીલ કરવામાં આવે છે. તેમજ જો વધુ ઝડપે પવન ફૂંકાતો હોય ત્યારે મોટાં વૃક્ષોની નીચે આશરો ન લેવા કચ્છ સામાજિક વનીકરણ વિભાગના નાયબ વનસંરક્ષકશ્રી એચ.વી.મકવાણાએ અપીલ કરી હતી.

વૃક્ષોને પગલે જિલ્લામાં આ ઉપરાંત વન વિભાગ દ્વારા વૃક્ષો હટાવવાની કામગીરી માટે તાલુકાવાઈઝ નોડલ અધિકારીશ્રીઓની નિમણૂક કરવામાં આવેલી છે. જેમાં ભુજ તાલુકામાં નોડલ અધિકારીશ્રી પરીમલ પટેલ, મો.૯૪૨૭૫૩૫૮૨૩, ભચાઉ તાલુકામાં ભગીરથસિંહ ઝાલા, મો.૯૬૦૧૮૪૬૦૦૭, અંજાર અને ગાંધીધામ તાલુકામાં પી.એમ.જાદવ મો.૯૮૨૫૦૬૪૮૬૯, મુંદરા તાલુકામાં વી.સી.મોદી મો.૯૮૯૮૧૧૨૩૬૬, માંડવી તાલુકામાં એમ.આઇ.પ્રજાપતિ મો.૭૦૧૬૭૨૦૨૪૩, નલીયામાં કનકસિંહ રાઠોડ મો.૬૩૫૨૪૭૦૯૨૫, નખત્રાણા તાલુકા માટે આઇ.જે.મહેશ્વરી , મો.૭૯૮૪૩૧૫૮૮૬, દયાપરમાં હસમુખ ચૌધરી,મો. ૭૦૨૦૦૩૬૯૬૪ તથા રાપર તાલુકામાં સી.એસ.પટેલ ,મો.૯૯૦૯૪૬૫૭૭૦નો સંપર્ક કરી શકાશે.

એહવાલ -દિપક આહીર
ભચાઉ કચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here