બાવળા તાલુકા ના ધનવાડા ગામે ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ આયોજિત ગાંધીજી ના જન્મદિવસ ઉજવણી

0
5

“ગાંધી વિચાર પ્રસાર પ્રચાર પરીક્ષાઓ”લેવામાં આવે છે, જેમાં ધનવાડા પ્રાથમિક શાળા માં ગાંધીજીની તસવીર ને પુષ્પાંજલિ અર્પણ કરી “ગાંધી જીવન ઝાંખી “અંતર્ગત લેખિત કસોટી લેવામાં આવી હતી.જેમાં ભાગ લેનારને ગુજરાત વિદ્યાપીઠ દ્વારા પ્રમાણપત્ર અને ગાંધી બાપુ નો ફોટો આપવામાં આવશે,સાથે સાથે ધનવાડા પ્રાથમિક શાળા આયોજિત “મને ગમે મહાત્મા ગાંધીજી” વિષય પર નિબંધ લેખન સ્પર્ધા યોજવામાં આવી હતી, આ નિબંધ લેખન સ્પર્ધામાં પ્રથમ નંબરે સંગીતા રાઠોડ (ધોરણ – ૮), બીજા નંબરે કાવ્યા રાઠોડ (ધોરણ -૬)અને ત્રીજા નંબરે અનુષ્કા પરમાર (ધોરણ -૮)વિજયી બન્યા હતાં .આ પ્રસંગે પ્રહલાદભાઈ ઠાકોર, નરેન્દ્રભાઈ ઝાલા, મોહનભાઇ જાદવ, નટુભાઈ ગુર્જર ની પ્રેરક ઉપસ્થિતિ સૌને પ્રોત્સાહન પૂરું પાડી રહી હતી. રિર્પોટ:- સહદેવસિંહ સિસોદીયા બાવળા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here