બાવળા તાલુકાના બગોદરા મંગલ મંદિર માનવ સેવા પરિવાર દ્વારા એક બહેન ને લીંબડી પાસેનું શિયાણી ગામે પરિવાર સાથે મિલન કરાવ્યું

0
3

વજુબેન જે છેલ્લા ૪ મહિનાથી સંસ્થામાં સારવાર હેઠળ હતા આવ્યા ત્યારે તે કશુંજ જણાવતા ન હતા તેને ભાવનગર સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા સંસ્થાને સોંપવામાં આવ્યા હતા છેલ્લા પાંચેક દિવસથી તે ખુબજ રડતાં હતા અને તે પોતાનું ગામ જણાવી શકતા ન હતા માત્ર લીંબડી માં બસ સ્ટેન્ડ પાસેના તળાવ ના કિનારે તેમના દિયર રહે છે તેવું જણાવતા હતા . સંસ્થા દ્વારા લીંબડી ડી.વાય.એસપી તથા પી.એસ.આઈ નો સંપર્ક કરીને સંસ્થા એ સંસ્થા ની ગાડી નં જી.જે.૩૮.ટી. ૬૯૪૬ દ્વારા લીંબડી ગયા ત્યાંથી ડી. વાય.એસપી દ્વારા પીસીઆર સાથે મોકલવામાં આવી અને તાત્કાલિક તેમના પરિવાર ની શોધ કરવામાં આવી , તો જાણવા મળ્યું કે તેમના દિયર ના દીકરા વિરમભાઇ તે શિયાણી ગામ માં રહે છે તો લીંબડી પીસીઆર તથા સંસ્થા ની ગાડી દ્વારા તેમના પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું . પરિવારે સંસ્થાનો તથા લીંબડી પોલિસ નો ખુબ ખુબ આભાર માન્યો .

રિર્પોટ:- સહદેવસિંહ સિસોદીયા.બાવળા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here