બાવળા તાલુકાના બગોદરા મંગલ મંદિર માનવસેવા પરિવાર દ્વારા માતા અને બાળકનું મિલન કરાવ્યું

0
7

બગોદરા ખાતે આવેલ મંગલ મંદિર માનવ સેવા પરિવાર દ્વારા વડોદરા ખાતે આવેલ એસ એસ જી હોસ્પિટલ દ્વારા સંસ્થાને એક મહિલાને ટ્રાન્સફર આપવામાં આવેલ તે સમયે તેમની માનસિક સ્થિતિ નહોતી આ ઉપરાંત તે ચાલી પણ શકતા ન હતા. સંસ્થા દ્વારા એક મહિના સુધી તેમની સારવાર કરવામાં આવી. ત્યારબાદ તે મહિલા સંપૂર્ણપણે સાજા થઈ ગયા અને ચાલતા થઈ ગયા. આ બહેન પોતાની બાળકીને યાદ કરીને રડતા હતા ત્યારે સંસ્થાના પ્રમુખ દિનેશભાઈ લાઠીયા એ વડોદરા એસ એસ જી હોસ્પિટલના આર.એમ.ઓ સાહેબનો સંપર્ક કર્યો ત્યાંથી જાણવા મળ્યું કે આ બહેનને અખોટા બ્રિજ વડોદરા નીચે બાળકીને તારીખ ૨૨/૦૮/૨૦૨૧ ના રોજ જન્મ આપેલ હતો અને ત્યાંથી ૧૦૮ દ્વારા માતા અને બાળકીને એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા તે સમયે બાળકીને હોસ્પિટલ દ્વારા શિશુ સંભાળ ગૃહ વડોદરા સંભાળ માટે ખસેડવામાં આવ્યા અને માતાને મંગલ મંદિર માનવસેવા પરિવાર બગોદરા માં સારવાર હેઠળ મોકલેલ હતા. ત્યાં માતા બાળકીને યાદ કરીને રડતી હતી માટે સંસ્થાના પ્રમુખ તથા તેમની માતા તથા સંસ્થા મહિલા ઇન્ચાર્જ વડોદરા શિશુ સંભાળ ગૃહ ગયા. જ્યાં શિશુ સંભાળ ગ્રુપના મેનેજર જાગૃતીબેને માતા ની સાથે મૌખિક વાર્તાલાપ કર્યા બાદ બાળકીને માતાને સોંપવામાં આવી હતી. આમ મંગલ મંદિર માનવસેવા પરિવાર બગોદરા ખાતે માતા તથા બાળકીને લાવવામાં આવ્યા હતા. આ કાર્યમાં એસ.એસ.જી હોસ્પિટલ નો સ્ટાફ ડોક્ટર એસ.એ પઠાણ ( આર.એમ.ઓ), ડોક્ટર નીલુબેન.એસ, ડોક્ટર જાગૃતિ ચૌધરી, સિસ્ટર ભાનુબેન ઘીવાલા નો અહેમ ફાળો રહ્યો હતો.

રિપોર્ટ:- સહદેવસિંહ સિસોદીયા બાવળા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here