બાવળા તાલુકાના ધીંગડા ગામે આગ લાગતા એક ખેડૂતને પંદર લાખથી વધુનું નુકશાન

0
13


ઘરવખરી બળીને ખાખ
સીજનમા પકવેલ જીરૂના રૂ ૫૨૪૦૦૦ પણ બળી જવા પામ્યા

બાવળા તાલુકાના ધીંગડાગામે આજરોજ તારીખ ૫/૪/૨૦૨૨ના રોજ સવારમાં આઠ વાગ્યે શોર્ટ સર્કિટથી આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધરી આખા ઘરને લપેટમાં લીધું હતું સદ્સીબે કોઇ જાનહાની થવા પામી નથી ગામના ખેડૂત ગોપાલભાઈ ચતુરભાઈ પ્રજાપતિ ના જણાવ્યા પ્રમાણે તેઓ સામાજિક કામથી બાવળા જતા હતા ત્યારે તેમને ઘરેથી ફોન આવ્યો કે આપણા ઘરમાં આગ લાગી છે અને બધું જ બળીને ખાખ થઇ ગયું છે તેમના કહેવા પ્રમાણે સાસુ-વહુ ઘરમાં ટીવી જોતા હતા ત્યારે સૉર્ટ સર્કિટ થવા પામી હતી અને આગ લાગી હતી રાજુભાઈ એ લાઈટ નો મેન સપ્લાય કાપી નાખતા લાઇટ બંધ થતા આગ ગામલોકો ઓલવવામાં લાગી ગયા હતા પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આગ કાબૂમાં આવી ન હતી ધોળકા નગર પાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરતા તેઓ આવીને પાણીનો મારો ચલાવ્યો હતો અને આગ બે કલાક પછી કાબૂમાં આવી હતી તેમના જણાવ્યા પ્રમાણે આ આગમાં તેમની જીંદગીની રળી કમાણી બધી બળીને ખાખ થઈ જવા પામી છે જેમાં ફ્રીજ ટીવી પંખા કબાટ તથા ઘરમાં રાચરચીલું બધું જ બળી જવા પામ્યું છે સિઝનમાં કરેલી મહેનત થી પકવેલ જીરૂ વેકી તેની આવકના રૂપિયા ૫૨૪૦૦૦ ગોદડામાં મુકેલા હતા તે પણ ભળી જવા પામેલ છે તથા સિઝન હોય બાર મહિના ચાલે તેટલુ કરિયાણું પણ ભરેલું હતું તે પણ બળીને ખાખ થઇ જવા પામ્યું છે હવે ગોપાલભાઈ પ્રજાપતિ સરકાર પાસે કોઈ સહાય મળે તેવી મીટ માંડીને બેઠા છે

રિપોર્ટ:-સહદેવસિંહ સિસોદીયા
બાવળા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here