દેશની રક્ષાની વાત આવે એટલે દેશના દરેક યુવાનોમાં એક અલગજ ખુમારી જોવા મળતી હોય છે ત્યારે બાવળા તાલુકાના ગાંગડ ગામના
પરમાર પ્રભાતસિંહ જીજીભા ના સુપુત્ર પરમાર મયુરસિંહ પ્રભાતસિંહ ( A.0.C . આર્મી ઓર્ડીનૅસ સ્કોર )દેશની ભોમની રક્ષા કાજે ૮ માર્ચ ૨૦૦૬ થી ૧ નવેમ્બર ૨૦૨૧ એમ ૧૫ વર્ષની પોતાની કિંમતી અને અનમોલ ફરજો અદા કરીઅને પોતાની આર્મીમેન તરીકે પંજાબ, આસામ, નાગાલેન્ડ , સીકંદરાબાદ , . અજમેર, હરીયાણા, દીલ્લી આર્મી હેડક્વોટર સાઉથ બ્લોકથી ફરજોમાંથી નિવૃત થતાં ગામજનો, પરિવારજનો તથા મિત્ર સર્કલ સગા સ્નેહીજનો આ આર્મી જવાનનુ સ્વાગત કરવા દોડી આવ્યા હતા ત્યારે ડીજેના તાલ અને દેશપ્રેમી સંગીત સાથે ગાંગડ બસસ્ટેન્ડ થી પોતાના નિવાસ સ્થાન સુધી.
સ્વાગત સન્માન કાર્યક્રમ યોજાયો હતો ત્યારે આવે સ્વજનમા એક દેશપ્રેમની ખુમારી જવાઈ જવા પામી હતી ત્યારે ભારત માતા કી જય અને વંદે માતરમ્ ના નાદથી પુરૂ ગામ ગુંજી ઉઠ્યું હતું
રિર્પોટ:- સહદેવસિંહ સિસોદીયા
બાવળા