બાળ વિકાસ વિભાગ પાટણ દ્વારા વિવિધ પ્રોજેક્ટ અંતર્ગત ઉજવણી કરવામાં આવી

0
2

સંકલિત બાળ વિકાસ વિભાગ પાટણ, પ્રોગ્રામ ઓફિસરશ્રી ગૌરીબેન એલ સોલંકી ના માર્ગદર્શન હેઠળ પાપા પગલી પ્રોજેક્ટ ચાલી રહ્યો છે જે અંતર્ગત સીડીપીઓશ્રી તેમજ પી.એસ.ઈ ઇન્સ્ટ્રક્ટર દ્વારા ચાણસ્મા તાલુકા ની આંગણવાડીઓમાં થીમ આધારિત પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે અને વર્કર પ્લાન મુજબ પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે જેમાં જુલાઈ માસની થીમ પાડોશ અને સમાજ અને ઝાડ અને છોડ છે જે કાર્યકર બહેનો ગમ્મત અને જ્ઞાન સાથે પ્રવૃત્તિઓ કરાવે છે આ ઉપરાંત વાલી whatsapp ગ્રુપ બનાવેલ છે જેમાં ડિજિટલ કેલેન્ડર પ્રમાણે વાલીઓ પણ ઘરે રોજની બે પ્રવૃત્તિઓ કરાવે છે અને જે ગાંધીનગરથી પ્રસ્તુત થતો સેટકોમ પ્રોગ્રામ પણ નિહાળે છે આ ઉપરાંત મંગળ દિવસની ઉજવણી કરવામાં આવે છે જેમાં ત્રીજા મંગળવારે બાળ દિવસની ઉજવણી થાય છે જે ચાલુ માસમાં જે બાળકનો જન્મ દિવસ હોય તેની ઉજવણી ત્રીજા મંગળવારે કરવામાં આવે છે વાલીઓને પણ જન્મદિવસની ઉજવણીમાં સહભાગી કરવામાં આવે છે જેમાં બાળકોના વિકાસની ચર્ચા કરવામાં આવે છે અને બાળકોએ કરેલી પ્રવૃત્તિ નું નિદર્શન કરવામાં આવે છે તે અન્ય પ્રવૃત્તિ રૂબરૂ કરાવવામાં આવે છે તદ ઉપરાંત વિવિધતા દ્વારા કાર્યક્રમને વધુ ભવ્ય આયોજન આપવામાં આવે છે ‍
રીપોટર. કમલેશ પટેલ. પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here