બાલીસણા થી પ્રસ્થાન પામેલ સાયકલ યાત્રા સંધ માં જોડાયેલ યુવાનો કોરોના વેક્સિન ની જાગૃતતા ફેલાવશે..

0
7

35 યુવાનો માં અંબાના ધામ પહોંચી સમગ્ર વિશ્વ માંથી કોરોના ની મહામારી નાબુદ થાય તેવી પ્રાથૅના કરશે.પાટણ તા.19બાલીસણા ગામના યુવાનોનો સાયકલ યાત્રા સંધ માં અંબાના ધામ અંબાજી જવા પ્રસ્થાન પામ્યો હતો આ સંધમા જોડાયેલા યુવાનો દ્વારા યાત્રા દરમિયાન રસ્તામાં આવતા જતા લોકો સહિતનાઓને કોરોના રસીકરણ મહા અભિયાનનો સંદેશ આપી સરકાર નાં વેક્સિનેશન ની જાગૃતતા ફેલાવશે.ભાદરવી પૂનમે માં અંબાના દર્શનાર્થે પગપાળા જવાનો વિશેસ મહિમા છે ત્યારે પાટણ તાલુકાના બાલીસણા ગામના યુવાનોનો સંઘ સાયકલ પર માં અંબાના ધામ અંબાજી જવા પ્રસ્થાન પામ્યો છે જે સંધ માં જોડાયેલ યુવાનો દ્વારા યાત્રા દરમિયાન રસ્તામાં કોરોના રસીકરણ મહાઅભિયાનનો સંદેશ ફેલાવશે.પાટણ તાલુકાના બાલીસણા ગામેથી પાંત્રીસ જેટલા યુવાનોએ “સાયકલ યાત્રા”દ્વારા જગત જનની માં અંબાના દર્શનાર્થે પ્રયાણ કર્યું હતું.આ યુવાનો સાયકલ પર અંબાજી પહોંચશે અને રસ્તામાં જે પણ ગામ ,જાહેર સ્થળો, પદયાત્રીઓ, વટેમાર્ગુઓ મળશે એમને કોરોનાની રશી લેવા સમજાવશે, અને કોરોના ની રશી માટેનો જાગૃતિ સંદેશ ફેલાવશે.તેમજ માં અંબાના મંદિરે દર્શન કરી સમગ્ર ગુજરાત અને ભારતમાંથી કોરોનાની મહામારી નાબૂદ થાય એ માટે પ્રાર્થના કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here