બાતમીના આધારે માથાસુર ત્રણ રસ્તા ખાતે મોટરસાયકલ પર દેશી દારૂ સાથે એક ઇસમને પકડી પાડતી ઇડર પોલીસ…

0
7

ઇડર પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. એન.આર.ઉમટ પોલીસ સ્ટાફ સાથે માથાસુર ગામે પેટ્રોલિંગમા હતા .દરમ્યાન બાતમી મળેલ કે વિજયનગર બાજથી રોડ ઉપર એક મોટરસાયકલ નં GJ 8M 4719 ની પર મીણીયાની થેલીમા દેશી દારૂ ભરી લઇ આવે છે .જે બાતમી આધારે પોલીસે પંચોના માણસો સાથે રાખી વિજયનગર ત્રણ રસ્તા માથાસુર પર તપાસ દરમ્યાન બાતમીવાળી મો.સા. આવતા તેને રોકવાનો ઇશારો કરતા તે ચાલક ઉભો રહેલ નહિ અને મો.સા. તથા મીણીયાની થેલી મુકિ નાસવા લાગતા પોલીસ સ્ટાફ દ્વારા ચાલકને કોર્ડન કરી પકડી પાડી નામ પુછતા તે ઇસમ ચાલકે પોતાનું નામ મોહનભાઈ કમજીભાઇ અસારી રહે. ભોખરા, હોળી ફળિયું તા ઇડરનો હોવાનુ જણાવેલ હતું. પોલીસે પંચો રૂબરૂ મીણીયાની થેલીમા જોતા અંદર ૬ નંગ થેલીઓમા ૧૮ લિટર કિરૂ ૩૬૦ નો દેશી દારૂ ભરેલો મળી આવતા પોલીસે દારૂ સહિત મોટરસાયકલ મળી કુલ મુદ્દામાલ કિ.રૂ. ૧૫૩૬૦ નો કબ્જે કરી મોહનભાઈ અસારી વિરુદ્ધ મુજબ કાયદેસર ગુન્હો નોધ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here