કેન્દ્રિય વિદ્યાલય ગોધરા ખાતે કલેકટર સુજલ મયાત્રાની અધ્યક્ષતા માં VMC મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં DEO, DPO કેન્દ્રિય વિદ્યાલય ના પ્રિન્સીપાલ આર.કે ચૌધરી, જે. વી. ભોલાંડા, સંજયભાઈ પટેલ, હિમાનીબેન, નિલેશભાઈ, તથા આશાબેન વર્મા ઉપસ્થિત રહ્યા કેન્દ્રિય વિદ્યાલય ના સ્કાઉટ ના વિદ્યાર્થી ઓ દ્વારા સ્વાગત અને વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી, મિટિંગ માં શાળા ના નવીન સંકુલ ના બાંધકામ વિશે તથા શાળા ના અન્ય વિકાસલક્ષી અભિગમ વિશે ચર્ચા કરવામાં આવી.નિકિતા નીલ સ્નેહા માહી શ્લોક વગેરે વિદ્યાર્થીઓ નું વિવિધ ક્ષેત્ર માં ઉપલબ્ધિ બદલ પ્રમાણપત્ર અને સ્મૃતિચિન્હ આપી સન્માન કરવામાં આવ્યું.સમગ્ર કાર્યક્રમ નું સુંદર સંચાલન ઇન્દ્રમોહન શર્મા દ્વારા કરવામાં આવ્યું હતૂ.નોધનીય છેકે ગોધરામા આવેલા કેન્દ્રીય વિદ્યાલયમા ધોરણ નવમા અભ્યાસ કરતી માહી પરમારે સ્ટેન્ડીંગ બાઈસિકલ ક્રન્ચીસમાં એક મોટો રેકોર્ડ કાયમ કર્યો છે.અને અગાઉના રેકોર્ડને પણ તોડ્યો છે.જેને લઈને ઈન્ટનેશનલ બુક ઓફ રેકોર્ડ સંસ્થા દ્વારા માહી પરમારને મેડલ આપીને સન્માનિત કરવામા છે.ત્યારે ગોધરા ખાતે યોજાયેલા એક કાર્યક્રમમા માહી પરમારનુ સન્માન કરવામા આવ્યુ હતુ.
રિપોર્ટર:જીતેન્દ્ર નાથાણી. પંચમહાલ