બહુચરાજીના રાંતેજમાં તાલુકા કક્ષાનો 74 માં વન મહોત્સવની ઉજવણી કરાઈ

0
3

બહુચરાજી તા.17

બહુચરાજી તાલુકાના રાંતેજમાં તાલુકા કક્ષાનો 74 માં વન મહોત્સવની ઉજવણી કરાઈ હતી.બહુચરાજીના ધારાસભ્ય ડૉ. સુખાજી એસ.ઠાકોરની અધ્યક્ષતામાં યોજાયેલ આ કાર્યક્રમ દરમિયાન ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં 500 રોપાઓનું વાવેતર કરાયું હતું.આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવા ભાર મુક્યો હતો.
બહુચરાજી વન વિભાગ દ્વારા રાંતેજ ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં ગુરુવારે તાલુકા કક્ષાના 74 માં વન મહોત્સવની ઉજવણી નિમિતે વિધાલયમાં તેમજ અન્ય સ્થળે વૃક્ષારોપણ તેના ઉછેરની જવાબદારી લેવાઈ હતી.આ પ્રસંગે 1000 રોપાનું વિતરણ કરાયું હતું.આ પ્રસંગે બહુચરાજીના ધારાસભ્ય ડૉ.સુખાજી ઠાકોર,તાલુકા પંચાયત પ્રમુખ સોનલબેન પટેલ,નાયબ મામલતદાર પ્રકાશગીરી વાય. બાવા,તાલુકા વિકાસ અધિકારી જયદીપ પટેલ,પીએસઆઇ પુરોહિત,જિલ્લા સદસ્ય વિરેન્દ્રસિંહ ઝાલા,તાલુકા હેલ્થ ઓફિસર કૌશિકભાઈ, આરએફઓ બેચરાજી કે.એન.પટેલ, રાંતેજ ગામના સરપંચ ગજેન્દ્રસિંહ, પરેશભાઈ પટેલ પૂર્વ સરપંચ શંખલપુર,ગોવિંદસિંહ ,ભૂરાજી ઝાલા,પત્રકાર,વાય.એમ.ગઢવી પ્રિન્સીપાલ ઉત્તર બુનિયાદી રાંતેજ,કમલેશભાઈ દેસાઈ ડિરેકટર APMC બહુચરાજી, હિતેન્દ્રભાઈ શાહ પ્રકૃતિ પ્રેમી બહુચરાજી,બી.બી.દેસાઈ વનપાલ મોઢેરા, એ પી રાજપૂત વનરક્ષક બેચરાજી,ડી એમ પટેલ વનરક્ષક મોઢેરા સહિત હાજર રહ્યા હતા.

મનોજ યોગી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here