બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલના હસ્તે વિવિધ કચેરીઓના સફાઇકર્મીઓને પવિત્ર શ્રાવણ માસમાં રાશન કીટનું વિતરણ કરાયું

0
9


પવિત્ર શ્રાવણ માસમાં તહેવારોની ઉજવણી માટે ડીસાના સમાજ સેવી દાતાશ્રી પી. એન. માળી દ્વારા સફાઇકર્મીઓને રાશન કીટો અપાઇ


(માહિતી બ્યુરો પાલનપુર)
પવિત્ર શ્રાવણ માસમાં તહેવારોની ઉજવણી માટે ડીસાના સમાજ સેવી દાતાશ્રી પી. એન. માળી દ્વારા સફાઇ કામદારોને રાશનકીટોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લાની વિવિધ કચેરીઓમાં ફરજ બજાવતા સફાઇકર્મીઓને જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલના હસ્તે પવિત્ર શ્રાવણ મહિનાના દિવસોમાં રાશનકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલેકટરશ્રીએ દાતાશ્રી પી. એન. માળીની ગરીબો પ્રત્યેની ભાવના અને સેવાકાર્યોને બિરદાવતાં જણાવ્યું કે, ડીસાના પ્રતિષ્ઠિ.ત આગેવાનશ્રી પી. એન. માળી દ્વારા શ્રાવણ મહિનામાં અલગ અલગ કચેરીઓમાં કામ કરતા સફાઇ કર્મચારી ભાઇ-બહેનોને રાશન કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, કોરોનાના કપરા સમયમાં પણ દાતાશ્રી પી. એન. માળી દ્વારા ગરીબ અને જરૂરીયાતમંદ લોકોને ૧૦ હજાર જેટલી રાશન કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોરોનાની બીજી લહેરના સમયે પણ તેઓ ઓક્શિજન સિલીન્ડરના દાતા બની લોકોની અમૂલ્ય જિંદગી બચાવવામાં મદદરૂપ બન્યાં છે. તેમની આ સેવાઓને બિરદાવી અભિનંદન પાઠવું છું. કલેકટરશ્રીએ રાશનકીટ મેળવનાર લાભાર્થીઓને પણ પવિત્ર શ્રાવણ માસની શુભકામનાઓ પાઠવી હતી.


ડીસાના સમાજ સેવી દાતાશ્રી પી. એન. માળીએ જણાવ્યું કે, કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં ગરીબ અને જરૂરીયાતમંદ લોકોને મદદ કરવાના આશયથી જિલ્લા વહીવટી તંત્ર અને સીધી લાભાર્થીઓ સુધી ૧૭ હજાર જેટલી રાશનકીટ પહોંચાડવાનું સદ્દભાગ્ય મને પ્રાપ્ત થયું હતું. તેમણે કહ્યું કે, આજે ડીસા નગરપાલિકા અને પાલનપુરની જુદી જુદી કચેરીઓમાં ફરજ બજાવતા સફાઇકર્મીઓને રાશનકીટનું વિતરણ કરવામાં આવ્યું છે. કુદરતની મહેરબાનીથી કોરોના સમયે સરકારી તંત્રની સાથે રહી લોકોને શક્ય તેટલી મદદરૂપ બનવાનો પ્રયત્ન કર્યો છે. આવા સત્કર્મો કરવાની ભગવાન શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here