બનાસકાંઠા જિલ્લામાં કોરોના ના કેસ વધતા અમીરગઢમાં કોરોનાનો ફેલાવો અટકાવવા મામલતદાર કચેરીમાં ગ્રામજનો સાથે બેઠક યોજાઇ.

0
11

અમીરગઢ…

અમીરગઢના વેપારીઓ તેમજ ગ્રામજનો સાથે બેઠક કરી સરકારી ગાઇડલાઇનું પાલન કરવા સૂચન કરાયું

બનાસકાંઠા જિલ્લામાં ત્રીજી લહેર ને લઈ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસો ના સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે કોરોના એક્ટિવ કેસ ની સંખ્યા 40 ને પાર પહોંચી છે જે અનુસંધાને અમીરગઢ તાલુકાના ઉચ્ચ અધિકારીઓ અને ગ્રામજનો વેપારીઓ સાથે બેઠક મળી કોરોના નું પાલન કરવા સૂચન કરાયું છે. દેશભરમાં કોરોનાના કેસોમાં ફરી વધારો જોવા મળ્યો છે જેમાં ગુજરાતમાં પણ પ્રતિદિન કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે અમીરગઢ પંથકમાં કોરોના ના ફેલાય તેની સાવચેતી ના ભાગરૂપે અમીરગઢ મામલતદાર કચેરી ખાતે તાલુકાના ઉચ્ચ અધિકારીઓ સહિત ગ્રામજનો સાથે બેઠક યોજાઇ હતી.જેમાં પ્રાંત અધિકારી ,ડી.વાય.એસ. પી,મામલતદાર અમીરગઢ, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસર, અમીરગઢ પોલીસ સબ-ઇસ્પેક્ટર સાથે અમીરગઢ ના આગેવાનો ,વેપારી મંડળ જોડાયા હતા. દરેક વ્યક્તિઓને માસ્ક પહેરવું અને આપણા સંપર્કમાં આવનાર તમામને માસ્ક પહેરવા સમજાવવું, ખોટી ભીડ ન થવા દેવી અને સોસિયલ ડિસ્ટન્ટ જાળવવું, સેનેટરાઈઝ નો ઉપયોગ કરવો, વેક્સિનના બે ડોજ લેવા અને તેનું સર્ટી દુકાનમાં લગાવવું તેમજ ગ્રાહકોને વેક્સિન લેવા અપીલ કરવી સહિત સૂચનાઓ અપાઈ હતી.

અહેવાલ :- ઇમરાન લુહાર (અમીરગઢ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here