બનાસકાંઠા…. કાંકરેજ તાલુકાની થરા નગરપાલિકા ચુંટણી માં કુલ મળીને ટોટલ 122 ફોર્મ ભરાયાં.

0
7

પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાની થરા નગરપાલિકા ની ચુંટણી માં ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી તારીખ ૧૬/૯/૨૦૨૧, ના રોજ ૨૬, ફોર્મ ભરાયાં હતાં ત્યારે ૧૭/૯/૨૦૨૧, ના રોજ ..૪૬, ફોર્મ ભરાયાં હતાં ત્યારે ૧૮/૯/૨૦૨૧, નારોજ ૫૦ ફોર્મ ભરાયાં હતાં ત્યારે હવે કુલ મળીને ૧૨૨, ફોર્મ ભરાયાં છે જેમાં કોંગ્રસના પ્રદેશ મંત્રી અમરતજી ઠાકોર.બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ ગઢવી.જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભૂપતાજી મકવાણા અને કોંગ્રસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ભાજપના પૃથ્વીરાજસિંહ વાઘેલા ની પેનલ નું વધુ પ્રભુત્વ જોવા મળ્યું હતું ત્યારે આમ આદમી પાર્ટીના પ્રમુખ પ્રશાંત ચૌધરી સહિત અન્ય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને મેન્ડેડ પ્રક્રિયા હાથ ધરી હતી જેમાં હવે થરા નગરપાલિકા ની ચુંટણી માં ઉમેદવારી પત્રો ભરવાની અંત્તિમ તારીખ મુજબ ત્રિપાંખિયો જંગ જામશે એ ફાઈનલ થઈ ગયું છે ત્યારે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી ઘડીએ કોણ કોણ દાવેદાર અને નશીબદાર ને મેન્ડેડ મુજબ ચુંટણી લડવાનો મોકો મળે એવી અટકળો ચાલી રહી છે ત્યારે ચુંટણી અધિકારી શ્રી એફ. એ. બાબી અને કાંકરેજ મામલતદાર શ્રી એમ ટી રાજપૂત તેમજ ડીસા નાયબ મામલતદાર શ્રી બી. એન. જોષી. તેમજ સર્કલ શ્રી એ. સી. સુથાર ની ટીમ દ્વારા ફોર્મ ભરવાની અંત્તિમ પ્રક્રિયા પૂર્ણ કરવા માં આવી હતી ત્યારે નાયબ કલેકટર શ્રી ડીસા બાબી એ જણાવ્યુ હતું કે અત્યાર સુધીમાં કુલ મળીને 122 ફોર્મ ભરાયાં છે અને એમાં 2 ફોર્મ ડમી એટલે કે અમુક ભૂલ સુધારો કે કોઈ કાગળ બાકી રહેતાં કુલ મળીને 124 ફોર્મ નોંધાયા છે ત્યારે હવે થરા નગરપાલિકા ની ચુંટણી ના બ્યુગલ ફૂકાયા છે ત્યારે નવી નવી વાતો સાથે સમાધાન અને શામ દામ દંડ અને ભેદની નીતિ અપનાવી ને રાજકીય આગેવાનો મતદારો ને રીઝવવા માટે મથામણ શરૂ કરી દીધી છે…અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર કાંકરેજ બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here